તાજેતરમાં એક ફોટો સોશ્યલ મીડિયા પર ફરી રહ્યો છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
પરિવાર સાથે બહાર જાઓ ત્યારે આનંદિત હોવાની સાથે તમે થોડા નચિંત પણ બની જાઓ છો, પરંતુ દરિયાકિનારે જનારાઓએ હવે સાવધાની રાખવી પડશે. તાજેતરમાં એક ફોટો સોશ્યલ મીડિયા પર ફરી રહ્યો છે, જેમાં નૉર્થ વેલ્સના લૅન્ડુડનો ખાતે એક મહિલા હાથમાં બાળકને તેડીને તેનું ધ્યાન રાખવાની સાથે ચૉકલેટ ચિપ આઇસક્રીમનો આનંદ ઉઠાવી રહી હતી એવામાં એક દરિયાઈ પંખીએ આવીને તેની આઇસક્રીમમાં ચાંચ મારી હતી. આમ તો બાળકને રમાડવામાં વ્યસ્ત મહિલાને કદાચ આ બાબતની ખબર જ ન પડી હોત, પણ પક્ષીની ચાંચમાંથી આઇસક્રીમ મહિલાના કપડા પર પડવાથી તેને એની જાણ થઈ હતી.

