Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઈલૉન મસ્કની કંપનીની કમાલ: લૉન્ચ ટાવર પર હવામાં જ સ્ટારશિપનું કૅચ લૅન્ડિંગ

ઈલૉન મસ્કની કંપનીની કમાલ: લૉન્ચ ટાવર પર હવામાં જ સ્ટારશિપનું કૅચ લૅન્ડિંગ

Published : 16 November, 2026 10:11 AM | IST | United States Of America
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્પેસઍક્સે આ ઐતિહાસિક લૅન્ડિંગનો વિડિયો શૅર કરીને સમગ્ર ટીમને અભિનંદન આપ્યાં હતાં.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


ઈલૉન મસ્કની કંપની સ્પેસઍક્સ (SpaceX) ના `સ્ટારશિપ` અવકાશયાને શનિવારે ૧૪ નવેમ્બરે ઑર્બિટમાં ૨૨ કલાકની સફર પૂરી કરીને ઇતિહાસ રચ્યો હતો. ટેક્સસમાં જ્યાંથી એણે ઉડાન ભરી હતી એ જ લૉન્ચ ટાવર પરની વિશાળ યાંત્રિક આર્મની મદદથી એને હવામાં જ પકડી લેવામાં આવ્યું હતું. હવામાં રૉકેટનું સફળતાપૂર્વક કૅચ લૅન્ડિંગ કરાવવાની આ દુનિયાની પહેલી ઘટના છે. સંપૂર્ણપણે ફરીથી વાપરી શકાય એવી રૉકેટ સિસ્ટમના નિર્માણમાં આ એક બહુ મોટી સિદ્ધિ છે.

સ્ટારશિપ જ્યારે નીચે આવી રહ્યું હતું ત્યારે એણે સીધા ઊભા રહેવા માટે પોતાનાં એન્જિન ફરીથી શરૂ કર્યાં હતાં અને ધીમે-ધીમે નીચે ઊતરીને ટાવરની યાંત્રિક આર્મની વચ્ચે આવી ગયું હતું. પકડાઈ ગયા પછી એના એન્જિન બંધ થઈ ગયાં હતાં અને એ હવામાં જ લટકતું રહ્યું હતું. આ આર્મને `મેકાઝિલા` (Mechazilla) નામ આપવામાં આવ્યું છે.



સ્પેસઍક્સે આ ઐતિહાસિક લૅન્ડિંગનો વિડિયો શૅર કરીને સમગ્ર ટીમને અભિનંદન આપ્યાં હતાં. જોકે શુક્રવારે લૉન્ચના થોડા સમય બાદ જ સુપર હેવી બૂસ્ટરમાં વિસ્ફોટ થતાં સ્પેસઍક્સ પોતાના રૉકેટના બન્ને ભાગ સુરક્ષિત પરત મેળવવાનું લક્ષ્ય પૂરું કરી શક્યું નહોતું.


Whatsapp-channel Whatsapp-channel

16 November, 2026 10:11 AM IST | United States Of America | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK