જોકે કોલંબો જિલ્લાનાં સંસદસભ્ય હર્ષા ડિસિલ્વાએ શ્રીલંકન સરકારની આ બાબતે આકરી ટીકા કરી હતી
હર્ષા ડિસિલ્વા
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ભારત પર ૫૦ ટકા ટૅરિફની જાહેરાત કર્યા પછી શ્રીલંકાની સંસદમાં કેટલાક સંસદસભ્યો દ્વારા ભારતની મજાક ઉડાડવામાં આવી હતી. જોકે કોલંબો જિલ્લાનાં સંસદસભ્ય હર્ષા ડિસિલ્વાએ શ્રીલંકન સરકારની આ બાબતે આકરી ટીકા કરી હતી અને કહ્યું હતું કે ભારત આપણા મુશ્કેલ સમયમાં આપણી સાથે ઊભું રહ્યું હતું. શ્રીલંકાના આર્થિક સંકટ વખતે ભારતે ૪ અબજ ડૉલરની સહાય આપી હતી. તેમણે પોતાની જ સરકારને ફટકારતાં કહ્યું હતું કે ‘ટ્રમ્પની ટૅરિફ બાબતે આપણે તેમની મજાક ઉડાડવાની જરૂર નથી. આપણે તેમની લડાઈનું સન્માન કરવું જોઈએ, હસવું જોઈએ નહીં, ભારતની હિંમત સમગ્ર એશિયાને પ્રેરણા આપે છે.’

