Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ખતરનાક તોફાનમાં મુશળધાર વરસાદને કારણે ફ્રાન્સ તણાયું પૂરમાં

ખતરનાક તોફાનમાં મુશળધાર વરસાદને કારણે ફ્રાન્સ તણાયું પૂરમાં

Published : 14 February, 2026 10:11 AM | IST | Paris
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૯ લાખ ઘરોમાં પાણી ભરાતાં બત્તી ગુલ, બેનાં મોત

તોફાન યુરોપના પૂર્વના દેશો તરફ આગળ વધી રહ્યું છે

તોફાન યુરોપના પૂર્વના દેશો તરફ આગળ વધી રહ્યું છે


યુરોપના સૌથી શક્તિશાળી દેશ ફ્રાન્સ આજકાલ નિલ્સ નામના તોફાનને કારણે ભારે તબાહીનો ભોગ બન્યું છે. તોફાન પછી ભારે પવન સાથે સાંબેલાધાર વરસાદ પડતાં દક્ષિણ ફ્રાન્સ જળબંબાકાર થઈ ગયું છે. ગરોન નામની નદીમાં પૂર આવતાં આસપાસના વિસ્તારો પાણીમાં ગરક થઈ ગયા છે. આસપાસના વિસ્તારોમાં કેડ સમાણાં પાણી ભરાઈ ગયાં છે. પૂરને કારણે ૯ લાખથી વધુ ઘરોમાં અનિશ્ચિત સમય માટે બત્તી ગુલ થઈ ગઈ હતી. ૩૦૦૦થી વધુ કર્મચારીઓ રાહતકાર્યમાં જોડાયા હતા. હવે તોફાન યુરોપના પૂર્વના દેશો તરફ આગળ વધી રહ્યું છે. શુક્રવારે મોડી સાંજ સુધીમાં લગભગ અડધાં જેટલાં ઘરોમાં વીજળી પાછી આવી ગઈ હતી. તોફાન ફ્રાન્સ પરથી પસાર થઈ ગયું હોવા છતાં હજી વરસાદને કારણે આવનારી તબાહીની રેડ અલર્ટ જાહેર થઈ છે. રવિવારની સવાર સુધી હજી વરસાદ અને પવન ફૂંકાવાની સંભાવના છે. 


Whatsapp-channel Whatsapp-channel

14 February, 2026 10:11 AM IST | Paris | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK