Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ICC Men`s T20 World Cup 2026: આજની ત્રણ મૅચો કઈ?

ICC Men`s T20 World Cup 2026: આજની ત્રણ મૅચો કઈ?

Published : 14 February, 2026 08:26 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજની ત્રણ મૅચ - આયરલૅન્ડ vs ઓમાન, ઇંગ્લૅન્ડ vs સ્કૉટલૅન્ડ, ન્યુ ઝીલૅન્ડ vs સાઉથ આફ્રિકા

આયરલૅન્ડનો કૅપ્ટન પૉલ સ્ટર્લિંગ, ઓમાનનો કૅપ્ટન જતિન્દર સિંહ

આયરલૅન્ડનો કૅપ્ટન પૉલ સ્ટર્લિંગ, ઓમાનનો કૅપ્ટન જતિન્દર સિંહ


આયરલૅન્ડ vs ઓમાન : સવારે ૧૧.૦૦ વાગ્યે, કોલંબો

મેન્સ T20 વર્લ્ડ કપ 2026ના આઠમા દિવસની પહેલી ટક્કર ગ્રુપ Bની ટીમ આયરલૅન્ડ અને ઓમાન વચ્ચે થશે. બન્ને તળિયાની ટીમ આજે પોતાની પહેલી જીત મેળવવાનો પ્રયાસ કરશે. આયરલૅન્ડની ટીમ શ્રીલંકા અને ઑસ્ટ્રેલિયા સામે જ્યારે ઓમાનની ટીમ ઝિમ્બાબ્વે અને શ્રીલંકા સામે હાર્યું છે. ૨૦૧૬થી ૨૦૨૨ વચ્ચે બન્ને ટીમ વચ્ચે ૬ T20 મૅચ રમાઈ છે. એમાંથી આયરલૅન્ડ અંતિમ ૩ મૅચ સહિત ૪ મૅચ જીતી છે. જ્યારે ઓમાનને બે જીત મળી છે. ૨૦૨૩માં એકમાત્ર વન-ડે ટક્કરમાં ઓમાને આ હરીફ સામે જીત નોંધાવી હતી. 



ઇંગ્લૅન્ડ vs સ્કૉટલૅન્ડ : બપોરે ૩.૦૦ વાગ્યે, કલકત્તા


ઇંગ્લૅન્ડનો કૅપ્ટન હૅરી બ્રૂક, સ્કૉટલૅન્ડનો કૅપ્ટન રિચી બેરિંગ્ટન


ગ્રુપ Cની ટીમ ઇંગ્લૅન્ડ અને સ્કૉટલૅન્ડ આજે વર્લ્ડ કપમાં પોતાનો લય જાળવી રાખવા માટે ઊતરશે. બન્ને ટીમને વર્તમાન વર્લ્ડ કપમાં પોતાની એકમાત્ર હાર વેસ્ટ ઇન્ડીઝ સામે મળી છે. ઇંગ્લૅન્ડે પોતાની પહેલી મૅચ નેપાલ સામે જીતી હતી. સ્કૉટલૅન્ડે પોતાની બીજી મૅચમાં ઇટલી સામે જીત મેળવી હતી. બન્ને વચ્ચે પહેલી T20 ટક્કર ૨૦૨૪ના વર્લ્ડ કપમાં થઈ હતી. એમાં ૧૦ ઓવરમાં સ્કૉટલૅન્ડે ૯૦/૦નો સ્કોર કર્યો ત્યાર બાદ વરસાદને કારણે મૅચ નો-રિઝલ્ટ રહી હતી. બન્ને વચ્ચે ૨૦૦૮થી ૨૦૧૮ દરમ્યાન પાંચ વન-ડે મૅચ રમાઈ હતી. પહેલી મૅચ નો-રિઝલ્ટ રહી હતી જ્યારે અંતિમ મૅચમાં સ્કૉટલૅન્ડે ૬ રને જીત મેળવી હતી. વચ્ચેની ત્રણેય મૅચ ઇંગ્લૅન્ડે જીતી હતી. 

ન્યુ ઝીલૅન્ડ vs સાઉથ આફ્રિકા : સાંજે ૭.૦૦ વાગ્યે, અમદાવાદ

ન્યુ ઝીલૅન્ડનો કૅપ્ટન મિચલ સૅન્ટનર, સાઉથ આફ્રિકાનો કૅપ્ટન એઇડન માર્કરમ

ગ્રુપ Dમાં ટૉપર બનવાનો જંગ આજે અમદાવાદમાં ન્યુ ઝીલૅન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે થશે. અફઘાનિસ્તાન અને UAE સામેની જીત બાદ +૧.૯૧૯ના નેટ રનરેટ સાથે ન્યુ ઝીલૅન્ડ હાલમાં આ ગ્રુપમાં પહેલા ક્રમે છે. સાઉથ આફ્રિકા કૅનેડા સામેની વિજયી શરૂઆત બાદ અફઘાનિસ્તાન સામેની ડબલ સુપર ઓવર બાદ +૧.૪૨૫ના નેટ રનરેટ સાથે બીજા ક્રમે છે. આ બન્ને ટીમ વચ્ચે T20 ફૉર્મેટમાં ૧૮ મૅચ રમાઈ છે જેમાંથી ૭ મૅચ ન્યુ ઝીલૅન્ડે અને ૧૧ મૅચ સાઉથ આફ્રિકાએ જીતી છે. ૨૦૨૫માં રમાયેલી ત્રણેય મૅચમાં કિવીઓએ હૅટ-ટ્રિક જીત નોંધાવી હતી. સાઉથ આફ્રિકા આ હરીફ સામે છેલ્લે ફેબ્રુઆરી ૨૦૧૭માં T20 વર્લ્ડ કપ મૅચ જીત્યું હતું. 

Whatsapp-channel Whatsapp-channel

14 February, 2026 08:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK