Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > પોલૅન્ડમાં બળવાનો પ્રયાસ

પોલૅન્ડમાં બળવાનો પ્રયાસ

Published : 01 November, 2026 07:59 AM | IST | Poland
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચીફ જસ્ટિસને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ પોલીસે કોર્ટને સીલ કરી દીધી હતી.

વિરોધીઓની પોલીસ સાથે અથડામણ થઈ

વિરોધીઓની પોલીસ સાથે અથડામણ થઈ


પોલૅન્ડની રાજધાની વૉર્સોમાં શુક્રવારે દેશની સુપ્રીમ કોર્ટ એટલે કે કૉન્સ્ટિટ્યુશનલ ટ્રિબ્યુનલની બહાર ડઝનબંધ વિરોધીઓની પોલીસ સાથે અથડામણ થઈ ત્યારે તનાવ વધી ગયો હતો. ચીફ જસ્ટિસને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ પોલીસે કોર્ટને સીલ કરી દીધી હતી. પોલૅન્ડમાં આને સીધા બળવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. 
વિરોધ-પ્રદર્શન કરનારાઓ વર્તમાન વડા પ્રધાન ડોનલ્ડ ટસ્કની સરકાર દ્વારા કોર્ટના ચીફ જસ્ટિસ બોગદાન સ્વિએન્ઝકોવ્સ્કીને સસ્પેન્ડ કરવાના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. કેટલાક વિરોધીઓએ કોર્ટની વાડ પાર કરવાનો પ્રયાસ કર્યો, જ્યારે અન્ય લોકોએ પોલીસ પર વસ્તુઓ ફેંકી હતી. પરિસ્થિતિ વણસતાં પોલીસે ૩ જણની અટકાયત કરી હતી અને રમખાણવિરોધી પોલીસ તહેનાત કરી હતી. 
પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે પોલૅન્ડના રાષ્ટ્રપતિ કેરોલ નાવ્રોકીએ તેમની ફ્લાઇટને સેનેગલ તરફથી પાછી વાળવી પડી હતી. રાષ્ટ્રપતિએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર લખ્યું હતું કે ‘આવા સમયે રાષ્ટ્રપતિનું પોલૅન્ડમાં હોવું ખૂબ જ જરૂરી છે. હું સેનેગલનો મારો પ્રવાસ ટૂંકો કરી રહ્યો છું. હું પાછો ફરી રહ્યો છું.’


Whatsapp-channel Whatsapp-channel

01 November, 2026 07:59 AM IST | Poland | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK