Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > લૉરેન્સ બિશ્નોઈની વૈશ્વિક સિન્ડિકેટ પર FBIનો સપાટો

લૉરેન્સ બિશ્નોઈની વૈશ્વિક સિન્ડિકેટ પર FBIનો સપાટો

Published : 09 July, 2026 10:12 AM | IST | America
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિશ્વમાં ૫૦+ સ્થળોએ દરોડામાં ૨૦+ સભ્યો ઝડપાયા : ‘ઑપરેશન હાર્ડ બૉલ’ અંતર્ગત અબજો રૂપિયાનાં ડ્રગ્સ, અત્યાધુનિક હથિયારો અને હજારો ડૉલરની રોકડ જપ્ત : લૉસ ઍન્જલસ સહિતના વિસ્તારોમાં સ્થાનિક પોલીસ સાથે મળીને ગૅન્ગની કમર ભાંગી નખાઈ

લૉરેન્સ બિશ્નોઈ

લૉરેન્સ બિશ્નોઈ


અમેરિકાની અગ્રણી તપાસ-એજન્સી ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI)એ ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈના આંતરરાષ્ટ્રીય ક્રાઇમ નેટવર્કને જડમૂળમાંથી ઉખાડી ફેંકવા માટે અત્યાર સુધીનું સૌથી મોટું સંયુક્ત સર્ચ-ઑપરેશન શરૂ કર્યું હતું. ‘ઑપરેશન હાર્ડ બૉલ’ નામ હેઠળ અમેરિકા, કૅનેડા અને યુરોપના વિવિધ દેશોમાં બિશ્નોઈ ગૅન્ગનાં પચાસથી વધુ ગુપ્ત સ્થળો પર એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. FBIના એજન્ટો દ્વારા સ્થાનિક પોલીસ વિભાગો સાથે મળીને ચલાવવામાં આવેલા આ દરોડાની કાર્યવાહી દરમ્યાન ગૅન્ગના આશરે ૨૦ જેટલા સભ્યોની ધરપકડ પણ કરવામાં આવી હતી. 

અબજોનાં ડ્રગ્સ અને હથિયારો રિકવર : લૉસ ઍન્જલસ સહિત કૅલિફૉર્નિયાના અનેક વિસ્તારોમાં પાડવામાં આવેલા દરોડા દરમ્યાન ભારે માત્રામાં હેરોઇન-કોકેન જેવાં ઘાતક ડ્રગ્સ, અનેક અત્યાધુનિક હથિયારો અને હજારો ડૉલરની રોકડ રકમ જપ્ત કરવામાં આવ્યાં હતાં.



જેલમાંથી ઑપરેટ થતી સિન્ડિકેટ : અમેરિકી તપાસ-એજન્સીઓના જણાવ્યા અનુસાર લૉરેન્સ બિશ્નોઈ ભારતીય જેલમાં બંધ હોવા છતાં સ્મગલ કરેલા મોબાઇલ ફોન દ્વારા વિદેશમાં રહેલા પોતાના ગૅન્ગસ્ટરને સીધા આદેશો આપીને આ વૈશ્વિક નેટવર્ક નિયંત્રિત કરતો હતો.


સાથી ગૅન્ગ્સનાં કનેક્શન પણ તોડી નાખ્યાં : આ આંતરરાષ્ટ્રીય કાર્યવાહીમાં માત્ર બિશ્નોઈ ગૅન્ગ જ નહીં; તેના ખાસ સાથીદારો ગોલ્ડી બ્રાર, જગ્ગુ ભગવાનપુરિયા અને રવીન્દર સિંહ ઢાંડાના કમર્શિયલ ટ્રકિંગ રૂટ્સ દ્વારા થતા ડ્રગ્સના ટ્રાફિકિંગ નેટવર્કને પણ સંપૂર્ણપણે ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે.

આતંકી સંગઠન તરીકે પ્રવૃત્તિઓ : આ આંતરરાષ્ટ્રીય ગૅન્ગ વિદેશમાં રહેતા ભારતીય સમુદાય પાસેથી કરોડો રૂપિયાની ખંડણી વસૂલવા અને હાઈ-પ્રોફાઇલ હત્યાઓ કરવાના ગુનામાં સામેલ હોવાથી ગયા વર્ષે કૅનેડા સરકારે એને આતંકી સંગઠન જાહેર કર્યું હતું. અમેરિકી વકીલોએ પણ સ્પષ્ટ કર્યું છે કે પોતાની ધરતી પર આવી ગૅન્ગ્સ સામે ઝીરો ટૉલરન્સ નીતિ અપનાવાશે.


Whatsapp-channel Whatsapp-channel

09 July, 2026 10:12 AM IST | America | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK