Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > નેપાલમાં કાદવમાં સરકી-સરકીને મદદરૂપ થઈ રહી છે ભારતીય સેનાની ટનલ-ટીમ

નેપાલમાં કાદવમાં સરકી-સરકીને મદદરૂપ થઈ રહી છે ભારતીય સેનાની ટનલ-ટીમ

Published : 03 September, 2026 01:24 PM | IST | Nepal
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કર્નલ વરુણ સૂદના નેતૃત્વ હેઠળ ભારતીય સેનાના નિષ્ણાત એન્જિનિયરો, ડૉક્ટરો અને બચાવ-કાર્યકરો આ કામગીરીમાં રોકાયેલા છે

ટનલ

ટનલ


નેપાલમાં આવેલા વિનાશક પૂર પછી ભારતીય સેનાની વિશેષ ટનલ બચાવટીમ નેપાલી વિશેષ દળોના સહયોગથી લાંગટાંગ અને ચિલિમે હાઇડ્રોપાવર ટનલ સંકુલમાં ખૂબ જ જોખમી અને પડકારજનક બચાવ-કામગીરી ચલાવી રહી છે. આ ટનલમાં કાદવ અને કાટમાળ છે અને એમાં સરકીને ભારતીય ટીમ ખૂબ જ મુશ્કેલ એવી બચાવ-કામગીરી કરી રહી છે.

કર્નલ વરુણ સૂદના નેતૃત્વ હેઠળ ભારતીય સેનાના નિષ્ણાત એન્જિનિયરો, ડૉક્ટરો અને બચાવ-કાર્યકરો આ કામગીરીમાં રોકાયેલા છે. ટીમ ટનલની અંદર મોટા પ્રમાણમાં કાદવ, કીચડ, ઝીરો વિઝિબિલિટી અને ઝેરી હવા વચ્ચે પોતાનો જીવ જોખમમાં મૂકીને કામગીરી કરી રહી છે. ફસાયેલા લોકો અને કાટમાળને શોધવા માટે થર્મલ સેન્સર, વિશિષ્ટ એન્ડોસ્કોપિક સાધનો અને 
સુરક્ષા-દોરડાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સંયુક્ત ટીમે લાંગટાંગ ટનલમાં આશરે ૧૮૫ મીટર સુધી અંદર જઈને એક મૃતદેહ શોધી કાઢ્યો છે. હવે આ અભિયાન ચિલિમે સાઇટ પર ખસેડવામાં આવ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

03 September, 2026 01:24 PM IST | Nepal | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK