Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ૧૭૦ અબજ ડૉલરનો સવાલ : અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટૅરિફ તો રદ કરી, પણ રીફન્ડ વિશે સ્પષ્ટતા નથી કરી

૧૭૦ અબજ ડૉલરનો સવાલ : અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટૅરિફ તો રદ કરી, પણ રીફન્ડ વિશે સ્પષ્ટતા નથી કરી

Published : 22 February, 2026 08:19 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અગાઉ નાણાપ્રધાન સ્કૉટ બેસેન્ટે જણાવ્યું હતું કે ‘એજન્સી પાસે આયાતકારોને રીફન્ડ કરવા માટે પૂરતી રોકડ છે`

ડોનલ્ડ ટ્રમ્પ

ડોનલ્ડ ટ્રમ્પ


અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટૅરિફને ગેરબંધારણીય ઠેરવવાનો ચુકાદો આપ્યા પછી ટ્રમ્પ-પ્રશાસને ગયા વર્ષે ટ્રમ્પ દ્વારા દેશો પર ટૅરિફ લાદ્યા પછી અમેરિકન કંપનીઓ દ્વારા ચૂકવવામાં આવેલા અબજો ડૉલરનું શું થશે એ અંગે હજી સુધી સ્પષ્ટ પ્રતિભાવ આપ્યો નથી. ઔપચારિક અને અનૌપચારિક બન્ને રીતે વહીવટી તંત્રે એકત્રિત કરાયેલી ડ્યુટીના રીફન્ડનું વચન આપ્યું છે. જોકે વહીવટી તંત્ર કે ન્યાયાધીશો બન્નેએ સ્પષ્ટ કર્યું નથી કે આ પ્રક્રિયા કેવી રીતે કાર્ય કરશે.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?



૩,૦૦,૦૦૦થી વધુ વ્યવસાયો ૧૭૦ અબજ ડૉલરની ટૅરિફનું રીફન્ડ માગી રહ્યા છે ત્યારે ન્યાયાધીશ બ્રેટ કેવનોઘે સુનાવણી દરમ્યાન લખ્યું હતું કે ‘અબજો ડૉલરના રીફન્ડથી US ટ્રેઝરી માટે નોંધપાત્ર પરિણામો આવશે. આજે કોર્ટ કંઈ કહેતી નથી કે સરકારે આયાતકારો પાસેથી એકઠા કરેલા અબજો ડૉલર પાછા આપવા જોઈએ કે નહીં અને જો એમ હોય તો કેવી રીતે, પરંતુ એ પ્રક્રિયા ગરબડ હોવાની શક્યતા છે, જેમ કે મૌખિક દલીલમાં સ્વીકારવામાં આવ્યું હતું.’


એનો અર્થ એ થયો કે સરકાર ટૅરિફની ચુકવણીનો વિગતવાર રેકૉર્ડ જાળવી રાખતી હોવા છતાં વ્યક્તિગત આયાતકારોએ રીફન્ડ મેળવવા માટે પોતાના મુકદ્દમા દાખલ કરવા પડી શકે છે.
બીજી તરફ લૉ પેઢી બેકર બોટ્સના પાર્ટનર ટ્રેડ ઍટર્ની ટેડ પોસ્નરે કહ્યું હતું કે ‘આ કેસ ક્યારેય રીફન્ડ વિશે નહોતો અને એ અકલ્પ્ય હતું કે સુપ્રીમ કોર્ટ તમે રીફન્ડ કેવી રીતે લાગુ કરો છો એમાં ગૂંચવણમાં મૂકશે. અમે હવે કંપનીઓ સાથે આગામી પગલાં વિશે વાત કરી રહ્યા છીએ, જેનો અર્થ એ છે કે આ વખતે કોર્ટ ઑફ ઇન્ટરનૅશનલ ટ્રેડ માટે વધુ રાહ જોવી પડશે. કોઈ પણ રીફન્ડ-પ્રક્રિયા માટે ઝીણવટભરી રજૂઆતોની જરૂર પડશે અને હાલમાં કંપનીઓ અને દેશો પણ અનિશ્ચિત સ્થિતિમાં છે.’

અગાઉ નાણાપ્રધાન સ્કૉટ બેસેન્ટે જણાવ્યું હતું કે ‘એજન્સી પાસે આયાતકારોને રીફન્ડ કરવા માટે પૂરતી રોકડ છે, પરંતુ ચેતવણી આપી હતી કે પ્રક્રિયામાં એક વર્ષ જેટલો સમય લાગી શકે છે. જો આપણે એ કરવું પડે તો એ કોઈ સમસ્યા નહીં હોય.’


સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી સરકારે ટૅરિફ રીફન્ડ જાહેર કરવાની આ ઘટના પહેલી વાર નથી. ૧૯૯૮ના ચુકાદાના પરિણામે અમેરિકન કંપનીઓને ૭૩૦ મિલ્યન ડૉલરનું રીફન્ડ મળ્યું હતું. જોકે એ પ્રક્રિયામાં બે વર્ષ લાગ્યાં હતાં.

Whatsapp-channel Whatsapp-channel

22 February, 2026 08:19 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK