Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ત્રણ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફાઇનલ મતદારયાદી પ્રકાશિત

ત્રણ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફાઇનલ મતદારયાદી પ્રકાશિત

Published : 22 February, 2026 10:35 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજસ્થાનમાં ૫.૧૫ કરોડ, છત્તીસગઢમાં ૧.૮૭ કરોડ અને કેરલામાં ૨.૬૯ કરોડ વોટર્સ: તામિલનાડુ અને મધ્ય પ્રદેશમાં ૨૩ ફેબ્રુઆરીએ ફાઇનલ લિસ્ટ બહાર પડશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણીપંચ દ્વારા સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)નો બીજો તબક્કો અંતિમ ચરણમાં છે. શનિવારે રાજસ્થાન, છત્તીસગઢ અને કેરલામાં ફાઇનલ મતદારયાદી પ્રકાશિત કરવામાં આવી હતી. રાજસ્થાનમાં ૫.૧૫ કરોડ, છત્તીસગઢમાં ૧.૮૭ કરોડ અને કેરલામાં ૨.૬૯ કરોડ મતદારોનાં નામ ફાઇનલ મતદારયાદીમાં છે. કેન્દ્રશાસિત પ્રદેશ ગોવામાં SIR પછી ૧૦.૫૭ લાખ અને આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહમાં ૨.૫૮ લાખ મતદારો યાદીમાં છે.

આ પહેલાં લક્ષદ્વીપ, પૉન્ડિચેરી અને ગુજરાતની મતદારયાદી બહાર પડી હતી એટલે અત્યાર સુધીમાં કુલ ૮ રાજ્યોની મતદારયાદી બહાર આવી ચૂકી છે. તામિલનાડુ અને મધ્ય પ્રદેશમાં ૨૩ ફેબ્રુઆરીએ મતદારયાદી બહાર પડશે. 



અત્યાર સુધીમાં SIRની ફાઇનલ યાદીમાં કુલ મતદારોની સંખ્યા 


રાજસ્થાન : ૫,૧૫,૧૯,૯૨૯; છત્તીસગઢ : ૧,૮૭,૩૦,૯૧૪; ગુજરાત: ૪,૪૦,૩૦,૭૨૫; કેરલા : ૨,૬૯,૫૩,૬૪૪; ગોવા : ૧૦,૫૭,૫૬૬; પૉન્ડિચેરી : ૯,૪૪,૨૧૧; આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ : ૨,૫૮,૦૪૦; લક્ષદ્વીપ : ૫૭,૬૦૭


Whatsapp-channel Whatsapp-channel

22 February, 2026 10:35 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK