Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > દિલ્હીથી મુંબઈ આવતી ગરીબ રથ ટ્રેનમાં ૩ ઑન-ડ્યુટી ટિકિટ-કલેક્ટરની મારપીટ

દિલ્હીથી મુંબઈ આવતી ગરીબ રથ ટ્રેનમાં ૩ ઑન-ડ્યુટી ટિકિટ-કલેક્ટરની મારપીટ

Published : 26 October, 2026 10:47 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દારૂડિયા પૅસેન્જરોએ દોડતી ટ્રેનમાં ધમાલ કરી ત્યાર બાદ રેલવે યુનિયન થયું આક્રમક

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દિલ્હીથી મુંબઈ આવી રહેલી ગરીબ રથ એક્સપ્રેસમાં ૩ ઑન ડ્યુટી ટિકિટ કલેક્ટર (TC)ની મારપીટ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા દારૂનો નશો કરીને બેસેલા પૅસેન્જરોએ TCની મારપીટ કરી હતી. આ ઘટના બાદ વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘે ઘટનાની તપાસનો આદેશ આપવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે એવી માગણી કરી છે. આ મામલે વડોદરા રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. 
આ ઘટનામાં નશામાં ધુત પ્રવાસીઓએ TC પર હુમલો કરવા ઉપરાંત તેમનાં ઇન્સ્પેક્શન મશીન અને હૅન્ડહેલ્ડ ટર્મિનલ (HHT) પણ ઝૂંટવી લીધાં હતાં. HHT મશીનથી જ TC રિયલ ટાઇમ ડેટા કલેક્શન કરે છે તથા બાર કોડ સ્કૅન અને ટિકિટ મૅનેજમેન્ટ કરવામાં કરતા હોય છે. આ ઘટનાથી રોષે ભરાયેલા યુનિયન વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘે પોલીસ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ચકાસવાની તથા ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા ઘટનાના સાક્ષી રહેલા અન્ય પૅસેન્જરોનાં નિવેદનો નોંધે એવી માગણી પણ કરી છે. 
આરોપી પૅસેન્જરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે એવી માગણી યુનિયન દ્વારા વેસ્ટર્ન રેલવેના જનરલ મૅનેજર પાસે કરવામાં આવી હતી. જે TC પર હુમલો કરવામાં આવ્યો તેમનાં નામ બસંત, અમિત અને અંકિત હોવાનું જાણવા મળ્યું હતું. દારૂબાજ પૅસેન્જરો અડધી રાત્રે કોચમાં આંટા મારીને, સીટીઓ વગાડીને મુસાફરોને પરેશાન કરતા હોવાની જાણ TCએ કન્ટ્રોલરૂમને શુક્રવારે મોડી રાત્રે ૧.૨૭ વાગ્યે કરી હતી. TCએ જ્યારે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમણે જીભાજોડી કરી હતી અને ૨.૧૫ વાગ્યા પછી TC પર હુમલો કર્યો હતો. આગળ ગોધરા સ્ટેશન પર ગાડી રોકવાની માગણી TCએ કરી હતી, પરંતુ ટ્રેન છેવટે વડોદરા સ્ટેશન રોકાઈ ત્યારે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)એ ટ્રેનમાં ચડીને પરિસ્થિતિ થાળે પાડી હતી. વડોદરા સ્ટેશન પર મુસાફરો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

26 October, 2026 10:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK