મેક્સિકોમાં રવિવારે ૨૪૧ મુસાફરોને લઈને જઈ રહેલી એક ટ્રેન પાટા પરથી ખડી પડી હતી.
નિજાન્ડા શહેર પાસે આ ઍક્સિડન્ટ થયો હતો
મેક્સિકોમાં રવિવારે ૨૪૧ મુસાફરોને લઈને જઈ રહેલી એક ટ્રેન પાટા પરથી ખડી પડી હતી. નિજાન્ડા શહેર પાસે આ ઍક્સિડન્ટ થયો હતો. અચાનક ટ્રેન પાટા પરથી ખડી પડતાં ટ્રેનના ડબ્બા આડાઅવળા અને એકબીજા પર ચડી ગયા હતા તેમ જ કેટલાક ડબ્બા પહાડ પરથી નીચે પડી ગયા હતા. એને કારણે મુસાફરોને રેસ્ક્યુ કરવામાં ખૂબ મહેનત કરવી પડી હતી. આ ઘટનામાં ૧૩ યાત્રીઓએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે ૯૮ મુસાફરો ઘાયલ થયા હતા. પાંચ ઘાયલોની પરિસ્થિતિ ગંભીર છે. અકસ્માતનું સચોટ કારણ હજી જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે કે વળાંક આવી રહ્યો હતો ત્યારે ટ્રેન વધુપડતી સ્પીડમાં હતી જેને કારણે આમ થયું હોઈ શકે.


