Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > બેથી ત્રણ અઠવાડિયાંમાં અમેરિકન સૈનિકો આ યુદ્ધમાંથી નીકળી જશે

બેથી ત્રણ અઠવાડિયાંમાં અમેરિકન સૈનિકો આ યુદ્ધમાંથી નીકળી જશે

Published : 02 April, 2026 02:36 PM | IST | Iran
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક મહિનાથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ડોનલ્ડ ટ્રમ્પનું નિવેદન. અમેરિકા ઈરાનમાંથી સૈનિકો પાછા ખેંચતાંની સાથે જ પરિસ્થિતિમાં સુધારો થશે અને તેલના ભાવ પણ ઘટી શકે છે

ડોનલ્ડ ટ્રમ્પ

ડોનલ્ડ ટ્રમ્પ


વેસ્ટ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ દિવસે ને દિવસે વધુ ખતરનાક બની રહ્યો છે ત્યારે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે એક મોટું નિવેદન બહાર પાડતાં કહ્યું હતું કે ‘ઈરાનમાં ચાલી રહેલી અમેરિકન લશ્કરી કાર્યવાહી ખૂબ જ ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે. અમેરિકા એના સૈનિકોને આગામી બેથી ત્રણ અઠવાડિયાંમાં પાછા ખેંચી શકે છે. અમેરિકાએ લગભગ પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું છે અને ઈરાન સાથે વાટાઘાટો ચાલુ છે. અમારું પ્રશાસન ઈરાન સાથે વાટાઘાટો કરી રહ્યું છે, પરંતુ લશ્કરી કાર્યવાહી પણ ચાલુ છે.’

વાઇટ હાઉસ ખાતે એક કાર્યક્રમ દરમ્યાન પોતાના નિવેદનમાં ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે ‘હોર્મુઝ સ્ટ્રેટમાંથી તેલ અને ગૅસ આયાત કરે છે એવા ફ્રાન્સ અથવા ચીન જેવા અન્ય દેશોએ હવે પોતાનું રક્ષણ જાતે કરવું પડશે. અમેરિકા ત્યાં અન્ય કોઈ પણ બાબતમાં સામેલ થશે નહીં. અમેરિકાએ કટ્ટરપંથી અને ખતરનાક વ્યક્તિઓનો નાશ કર્યો છે અને આ પ્રદેશ હવે પ્રમાણમાં સુરક્ષિત છે.’



ડોનલ્ડ ટ્રમ્પે તેલના વધતા ભાવ વિશે શું કહ્યું?


ઈંધણના વધતા ભાવ અંગેના પ્રશ્નના જવાબમાં ટ્રમ્પે કહ્યું હતું કે ‘અમેરિકા ઈરાનમાંથી સૈનિકો પાછા ખેંચતાંની સાથે જ પરિસ્થિતિમાં સુધારો થશે અને તેલના ભાવ પણ ઘટી શકે છે. અમેરિકાએ એનું કાર્ય લગભગ પૂરું કરી લીધું છે અને આગામી બે અઠવાડિયાંમાં સૈનિકો પાછા ખેંચી લેશે તથા ઑપરેશન સમાપ્ત કરશે.’


Whatsapp-channel Whatsapp-channel

02 April, 2026 02:36 PM IST | Iran | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK