યુનિવર્સલ પોસ્ટલ યુનિયન એના ૧૯૨ સભ્ય-દેશોની ટપાલસેવા વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપતી સ્વિટ્ઝરલૅન્ડ સ્થિત એજન્સી છે
પ્રતીકાત્મક તસવીર
પોસ્ટલ ક્ષેત્ર માટે જવાબદાર યુનાઇટેડ નેશન્સની એક એજન્સીએ જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના પ્રશાસને નાનાં પૅકેજને ડ્યુટીમાંથી મુક્તિ આપતો કસ્ટમ્સ ટૅક્સ નિયમ રદ કર્યા પછી અનિશ્ચિતતા વચ્ચે એના પચીસ સભ્ય-દેશોએ યુનાઇટેડ સ્ટેટ્સમાં માલનાં કન્સાઇનમેન્ટને સ્થગિત કરી દીધાં છે. યુનિવર્સલ પોસ્ટલ યુનિયન એના ૧૯૨ સભ્ય-દેશોની ટપાલસેવા વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપતી સ્વિટ્ઝરલૅન્ડ સ્થિત એજન્સી છે. એણે ૨૫ ઑગસ્ટે અમેરિકાના વિદેશપ્રધાન માર્કો રુબિયોને લખેલા પત્રમાં આ વિશે ચિંતા વ્યક્ત કરી હતી.
આ એજન્સીએ કોઈ દેશનાં નામ આપ્યાં નથી પણ ઑસ્ટ્રેલિયા, નૉર્વે અને સ્વિટ્ઝરલૅન્ડ તથા ભારત સહિત અનેક દેશોએ પહેલાંથી જ સસ્પેન્શનની જાહેરાત કરી દીધી છે.

