Mumbai Businessman gets Threats from Lawrence Bishnoi: મુંબઈના વધુ એક ઉદ્યોગપતિને લોરેન્સ બિશ્નોઈ ગૅન્ગ દ્વારા ધમકી આપવામાં આવી છે. આ મામલો મુંબઈના ગોરેગાંવ વિસ્તારનો છે, જ્યાં એક ઉદ્યોગપતિને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
કૉમેડિયન કપિલ શર્માને ધમકીભર્યો ફોન આવ્યા બાદ, હવે મુંબઈના વધુ એક ઉદ્યોગપતિને લોરેન્સ બિશ્નોઈ ગૅન્ગ દ્વારા ધમકી આપવામાં આવી છે. આ મામલો મુંબઈના ગોરેગાંવ વિસ્તારનો છે, જ્યાં એક ઉદ્યોગપતિને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. અગાઉ કપિલ શર્માને પણ ગૅન્ગ તરફથી ધમકીઓ મળી છે. એટલું જ નહીં, કેનેડામાં તેમના કાફેમાં પણ ગોળીબારની ઘટના બની છે. હવે, વધુ એક ઉદ્યોગપતિને ધમકીઓ મળ્યા બાદ ઉદ્યોગના લોકો ડરી ગયા છે. માનવામાં આવે છે કે કપિલના કૅફે પર બીજી વખત હુમલો આ ચેતવણીના ભાગરૂપ જ કરવામાં આવ્યો હતો અને પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
૨૫ લાખ રૂપિયા અને ૧ કિલો સોનાની સુપારી
મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, લોરેન્સ બિશ્નોઈ ગૅન્ગના એક સભ્યએ ગોરેગાંવના એક વેપારીને ફોન કર્યો હતો. આ ફોન કોલમાં ફોન કરનારે સ્પષ્ટપણે કહ્યું હતું કે તેને ૨૫ લાખ રૂપિયા અને ૧ કિલો સોનાની સુપારી મળી છે. એટલું જ નહીં, ફોન કરનારે વેપારીને ધમકી આપી હતી કે જો તે આ રકમથી વધુ રકમ નહીં આપે તો તેની અને તેના પરિવારની હત્યા કરવામાં આવશે.
ADVERTISEMENT
ધમકીથી ગભરાયેલા વેપારીએ તાત્કાલિક ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસ ફોન કરનારની ઓળખ કરી રહી છે અને તપાસ ચાલુ છે.
કપિલના કાફેમાં ગોળીબાર
તાજેતરના સમયમાં, મુંબઈમાં ઘણા ધમકીભર્યા કેસોમાં લોરેન્સ બિશ્નોઈ ગૅન્ગનું નામ સામે આવ્યું છે. અગાઉ કપિલ શર્માને પણ ગૅન્ગ તરફથી ધમકીઓ મળી છે. એટલું જ નહીં, કેનેડામાં તેમના કાફેમાં પણ ગોળીબારની ઘટના બની છે. હવે, વધુ એક ઉદ્યોગપતિને ધમકીઓ મળ્યા બાદ ઉદ્યોગના લોકો ડરી ગયા છે.
કપિલ શર્માને લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગ તરફથી કથિત રીતે જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ હવે તેની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે અને મુંબઈ પોલીસે કપિલની સુરક્ષા વધારી છે. કૅનેડાના સરેમાં આવેલા કપિલ શર્માના ‘કૅપ્સ કૅફે’ પર અત્યાર સુધી બે વખત અટૅક થઈ ચૂક્યો છે. હાલમાં કપિલ પોતાના કૉમેડી શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ને લઈને ચર્ચામાં છે. આ શોની નવી સીઝનના પહેલા એપિસોડમાં સલમાન ખાન જોવા મળ્યો હતો. લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના એક સભ્યએ ઑડિયો જાહેર કરીને ધમકી આપી હતી કે જેકોઈ સલમાન ખાન સાથે કામ કરશે તેને અમે મારી નાખીશું. માનવામાં આવે છે કે કપિલના કૅફે પર બીજી વખત હુમલો આ ચેતવણીના ભાગરૂપ જ કરવામાં આવ્યો હતો અને પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

