Noida News: એક ભાઈએ સેલેડડે નામની રેસ્ટોરન્ટમાંથી સેન્ડવિચ મગાવી હતી. જ્યારે સેન્ડવિચ તેના હાથમાં આવે છે ત્યારે ખાતા જ તેમાંથી પ્લાસ્ટિક નીકળે છે.
@SarawagiSatish અકાઉન્ટ પરથી જે ફોટો શેર કરવામાં આવ્યો છે તે
Noida News: આજકલ ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવાનું ચલણ ખુબ જ વધ્યું છે. લોકો છાશવારે ઓનલાઈન ફૂડ મગાવે છે. ઓર્ડર કરતા જ ઝટપટ ભોજન તમારી પાસે પહોંચી જાય છે. પણ, આવા ફૂડમાં હાયજીનના નામે ઘણી ઉદાસીનતા જોવા મળે છે. તાજેતરમાં જ નોઇડામાં એક કિસ્સો બન્યો કે જે ચર્ચાનો વિષય બન્યો છે. એ ભાઈએ સેલેડડે નામની રેસ્ટોરન્ટમાંથી સેન્ડવિચ મગાવી હતી. જ્યારે સેન્ડવિચ તેના હાથમાં આવે છે ત્યારે ખાતા જ તેમાંથી પ્લાસ્ટિક નીકળે છે. પ્લાસ્ટિકનાં ગ્લોવ્સ નીકળતાં જ તે ખૂબ રોષે ભરાયો અને તેણે આ બાબતે સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ મૂકી છે.
જે ભાઈની સાથે આ કિસ્સો બન્યો છે તે નોઇડા (Noida News)માં સેક્ટર 45માં રહે છે. આ ભાઈએ રાત્રે ૧૦ વાગ્યે ઝોમેટો પરથી 1 બ્રોકોલી, કોર્ન અને બેસિલ પેસ્ટો સેન્ડવિચ એમ કુલ 299 રૂપિયાનો ઓર્ડર આપે છે. સાથે જ તે એક સ્મોક્ડ કોટેજ ચીઝ પેપર સેન્ડવિચ મગાવે છે. રેસ્ટોરન્ટ આ ભાઈનો ઓર્ડર તરત સ્વીકારે છે અને થોડી જ મિનિટોમાં તો ઓર્ડર તેના ઘરે આવી પણ જાય છે. પણ તે જેવી સેન્ડવિચ ખાવા જાય છે ત્યાં જ એના હોશ ઊડી જાય છે. કારણ કે તેની પાસે પહોંચેલા સેન્ડવિચમાં પ્લાસ્ટિકના ગ્લોવ્ઝ જોવા મળે છે. આ જોઈને તે ચોંકી જાય છે અને તરત જ Xમાં પોસ્ટ મૂકીને કંપનીનું ધ્યાન દોરે છે.
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે ઝોમેટોનો ગ્રાહક @SarawagiSatish તરત જ એક્સ પર ફોટો શેર કરે છે અને આ બાબતે કંપનીનું ધ્યાન દોરતાં લખે છે કે zomato પરથી મેં સેન્ડવિચ મગાવ્યું હતું. પણ ખોરાકમાં મને ગ્લોવ્ઝ (Noida News) મળી આવ્યા હતા. આ તદ્દન અસ્વીકાર્ય છે અને હાયજીન બાબતે ગંભીર ચિંતા પેદા કરે છે. મહેરબાની કરીને આ બાબતે વધુ તપાસ કરશો અને શક્ય તેટલી વહેલી તકે જવાબ આપશો. જોકે, આ ગ્રાહકની ફરિયાદ (Noida News) બાદ ઝોમેટોએ પણ પોતાનો જવાબ નોંધાવ્યો છે. કંપનીએ લખ્યું છે કે,"હેલ્લો સતીશ, આ બાબત જાણીને અમે ખડે વ્યક્ત કરીએ છીએ. અમે એ વાતની કલ્પના પણ કરી શકતા નથી કે તમે આ બાબતે કેટલા દુખી થયા છો. મહેરબાની કરીને અમને થોડો સમય આપો જેથી અમે આ વિશે રેસ્ટોરન્ટના પાર્ટનર સાથે વાત કરીએ. અમે આ વિશે વધુ વાત કરવા માટે તમારો સંપર્ક કરીશું.
આ કેસે (Noida News) ફરી એકવાર ઓનલાઈન ઓર્ડર કરવામાં આવતા ખાદ્યમાં સ્વચ્છતાના અભાવ બાબતે ધ્યાન દોર્યું છે. આ પહેલાં પણ એવા કિસ્સા બની જ ગયા છે કે ફૂડમાંથી જીવતા કીટક જોવા મળ્યા હોય.

