Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > રશિયામાં સંસદીય ચૂંટણીના છેલ્લા દિવસે યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો અટૅક

રશિયામાં સંસદીય ચૂંટણીના છેલ્લા દિવસે યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો અટૅક

Published : 21 September, 2026 01:20 PM | IST | Ukraine
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૬૦૦ ડ્રોન છોડ્યાં, ૧૧૦૦ ડ્રોન તોડી પાડ્યાનો રશિયાનો દાવો

યુક્રેનના ડ્રોન હુમલા બાદ મૉસ્કોની તેલ રિફાઇનરીમાંથી જ્વાળાઓ અને ધુમાડાઓ નીકળતાં જોવા મળી રહ્યાં છે.

યુક્રેનના ડ્રોન હુમલા બાદ મૉસ્કોની તેલ રિફાઇનરીમાંથી જ્વાળાઓ અને ધુમાડાઓ નીકળતાં જોવા મળી રહ્યાં છે.


રશિયામાં શુક્રવારથી શરૂ થયેલી ત્રણ દિવસીય સંસદીય ચૂંટણીના છેલ્લા દિવસે રવિવારે યુક્રેને રશિયા પર ૧૬૦૦થી વધુ ડ્રોન છોડ્યા હતા. લગભગ ૪૫૦ ડ્રોન મૉસ્કો તરફ છોડવામાં આવ્યાં હતાં. રશિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે દેશભરમાં ૧૧૦૦થી વધુ અનમૅન્ડ એરિયલ વ્હીકલ્સ (UAV) તોડી પાડવામાં આવ્યાં હતાં. મૉસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિને આ અટૅકને રશિયન રાજધાની પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો ગણાવ્યો હતો. 

રશિયાની ઍર ડિફેન્સ સિસ્ટમ દ્વારા આંતરવામાં આવ્યા બાદ પણ એક ડ્રોન કાપોટન્યા ઑઇલ રિફાઇનરીમાં પડવાથી મોટી આગ લાગી હતી, જ્યારે બીજું ડ્રોન રહેવાસી મકાનમાં અથડાયું હતું. મૉસ્કો ક્ષેત્રમાં ઓછામાં ઓછા બે લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. બે ઍરપોર્ટ પર ફ્લાઇટ પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા.



યુક્રેને સ્વતંત્ર રીતે રશિયન જાનહાનિ અને ડ્રોન આંતરવાના આંકડાઓની પુષ્ટિ કરી નથી. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ પણ સોશ્યલ મીડિયામાં રાતોરાત થયેલા હુમલાનો એક વિડિયો શૅર કર્યો હતો.


2022 બાદ પહેલી વાર ચૂંટણી
આ હુમલો રશિયાની સંસદીય ચૂંટણીના અંતિમ દિવસે થયો હતો, જેમાં મૉસ્કોએ યુક્રેન પર મતદાનમાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો હતો. 2022માં યુક્રેન પર સંપૂર્ણ રીતે આક્રમણ કર્યા પછી રશિયામાં પહેલી સંસદીય ચૂંટણી થઈ રહી છે. આશરે 11.1 કરોડ મતદારો મતદાન કરવા માટે પાત્ર છે. રશિયાએ 2022માં યુક્રેનના જે પ્રાંતને પોતાના દેશ સાથે ભેળવી દીધા છે એવા ડોનેત્સ્ક, લુહાન્સ્ક, ખેરસન અને જાપોરિજ્જિયામાં પણ મતદાન થઈ રહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

21 September, 2026 01:20 PM IST | Ukraine | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK