Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકા-કૅનેડાએ કોર્ટમાં સત્તાવાર સ્વીકાર કર્યો: નિજ્જરની હત્યામાં ભારતનો હાથ નહીં

અમેરિકા-કૅનેડાએ કોર્ટમાં સત્તાવાર સ્વીકાર કર્યો: નિજ્જરની હત્યામાં ભારતનો હાથ નહીં

Published : 09 July, 2026 10:15 AM | IST | America
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લૉસ ઍન્જલસની અદાલતમાં લૉરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર વિરુદ્ધના આરોપનામામાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય જેલમાંથી મોબાઇલ દ્વારા કાવતરું ઘડાયું

હરદીપ સિંહ નિજ્જર

હરદીપ સિંહ નિજ્જર


અમેરિકાએ કૅનેડામાં ૨૦૨૩માં થયેલી સિખ અલગાવવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યાના કેસમાં ભારતીય જેલમાં બંધ ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈ અને તેના ઉત્તર અમેરિકાના ડેપ્યુટી સતિન્દરજિત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રાર વિરુદ્ધ સત્તાવાર રીતે ચાર્જશીટ દાખલ કરી છે. લૉસ ઍન્જલસની ફેડરલ અદાલતમાં અનસીલ કરાયેલા આરોપનામા (ઇન્ડિક્ટમેન્ટ) અનુસાર ૨૦૨૩ની ૧૮ જૂને વૅનકુવરના સરે વિસ્તારમાં આવેલા એક સિખ મંદિરની બહાર નિજ્જરની ગોળી મારીને હત્યા કરવાનો આદેશ આ બન્નેએ આપ્યો હતો. જોકે અમેરિકી સત્તાવાળાઓએ આ ચાર્જશીટમાં ભારત સરકારની કોઈ પણ પ્રકારની સંડોવણી કે ભૂમિકા હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.

જેલમાંથી ઑપરેશન ચલાવ્યું : અમેરિકાના આરોપનામામાં દાવો કરવામાં આવ્યો છે કે લૉરેન્સ બિશ્નોઈએ ભારતની જેલમાંથી જ સ્મગલ કરેલા મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને આ સમગ્ર ઑપરેશનનું સંચાલન કર્યું હતું. તેણે નિજ્જરની હત્યા સરળ બનાવવા માટે સહકાવતરાખોરોને તેનો ફોટો અને વિવિધ સરનામાં પૂરાં પાડ્યાં હતાં.



ગોલ્ડી બ્રારની ભૂમિકા : બિશ્નોઈના બાળપણના મિત્ર ગોલ્ડી બ્રારે અમેરિકા અને કૅનેડામાં સક્રિય લૉરેન્સ બિશ્નોઈ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ગ્રુપના નેટવર્કને સંભાળીને આ હત્યાકાંડને અંજામ આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

09 July, 2026 10:15 AM IST | America | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK