ભારતીય વર્કપ્લેસની હાલત ખરેખર ચિંતાજનક જોવા મળી હતી.
પ્રતીકાત્મક તસવીર
તાજેતરમાં અમેરિકન ઍનલિટિક કંપનીએ બહાર પાડેલા ધ ગૅલપ ૨૦૨૪ના સ્ટેટ ઑફ ધ ગ્લોબલ વર્કપ્લેસ રિપોર્ટમાં વિશ્વભરમાં કામ કરતા નોકરિયાતોની મેન્ટલ હેલ્થ અને વેલબીઇંગનો સર્વે કરવામાં આવ્યો હતો. એમાં ભારતીય વર્કપ્લેસની હાલત ખરેખર ચિંતાજનક જોવા મળી હતી. માત્ર ૧૪ ટકા કર્મચારીઓએ જ પોતે કામના સ્થળે ખુશ અને સફળતાથી ખીલી રહ્યા હોવાનું કહ્યું હતું. ૮૬ ટકા કર્મચારીઓએ પોતે નોકરીમાં સ્ટ્રગલ અથવા તો સફર કરી રહ્યા હોવાનું કહ્યું હતું.

