Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઈરાને કુવૈતના અલ-અદિરી ઍૅરબેઝને નિશાન બનાવ્યું

ઈરાને કુવૈતના અલ-અદિરી ઍૅરબેઝને નિશાન બનાવ્યું

Published : 09 March, 2026 12:01 PM | IST | Iran
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દુબઈમાં ડ્રોન હુમલાનો કાટમાળ દુબઈ મરીનામાં ટાવર ૨૩ની નીચે પડતાં કારમાં બેસેલો ડ્રાઇવર દબાઈને મૃત્યુ પામ્યો હતો

હજી પણ જાડો, કાળો ધુમાડો નીકળી રહ્યો છે અને દૂરથી જોઈ શકાય છે.

હજી પણ જાડો, કાળો ધુમાડો નીકળી રહ્યો છે અને દૂરથી જોઈ શકાય છે.


ઈરાનના ઇસ્લામિક રેવલ્યુશનરી ગાર્ડ્સ કૉર્ઝ (IRGC)એ જણાવ્યું હતું કે એનાં દળોએ કુવૈતમાં અલ-અદિરી ઍરબેઝને ડ્રોન અને મિસાઇલોથી નિશાન બનાવ્યું હતું. ફાર્સ ન્યુઝ એજન્સીના અહેવાલમાં IRGCને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ઈરાનના નૌકાદળના આ હુમલાથી ઍરબેઝમાં અમેરિકન હેલિકૉપ્ટર રિપેર સેન્ટર, ફ્યુઅલ ટૅન્ક અને કમાન્ડ સેન્ટરનો નાશ થયો હતો. આ હુમલા પછી આ ઍરબેઝમાં ભયંકર આગ ફાટી નીકળી હતી અને આ બેઝમાંથી હજી પણ જાડો, કાળો ધુમાડો નીકળી રહ્યો છે અને દૂરથી જોઈ શકાય છે.

ઈરાનનો દુબઈમાં ફરી હુમલો, મરીનામાં ટાવરનો બાહ્ય હિસ્સો નીચે પડ્યો, કાર-ડ્રાઇવરનું મૃત્યુ



ઈરાનના પ્રેસિડન્ટ મસૂદ પેઝેશ્કિયાને શનિવારે પાડોશી દેશો પરના હુમલાઓ બદલ માફી માગીને ફરી આવા હુમલા ન કરવાની ખાતરી આપી હતી, પણ ઈરાને ગલ્ફ આરબ દેશો તરફ મિસાઇલ અને ડ્રોન છોડવાનું ચાલુ રાખ્યું છે. ગઈ કાલે ઈરાને ફરી એક વાર દુબઈ પર હુમલો કર્યો હતો જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું.


આ ઘટના વિશે દુબઈ સરકારે પુષ્ટિ કરતાં કહ્યું હતું કે અમારી ઍર ડિફેન્સ સિસ્ટમે આવનારા પ્રોજેક્ટાઇલને સફળતાપૂર્વક અટકાવ્યું હતું, પરંતુ કાટમાળ પડતાં દુબઈના મરીના વિસ્તારમાં એક ટાવરના બાહ્ય ભાગને નુકસાન થયું હતું.

અધિકારીઓએ જણાવ્યું છે કે દુબઈમાં ડ્રોન હુમલાનો કાટમાળ દુબઈ મરીનામાં ટાવર ૨૩ની નીચે પડતાં કારમાં બેસેલો ડ્રાઇવર દબાઈને મૃત્યુ પામ્યો હતો. જીવ ગુમાવનારો એશિયન નાગરિક હતો. 


Whatsapp-channel Whatsapp-channel

09 March, 2026 12:01 PM IST | Iran | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK