Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકાના મરીન કમાન્ડો ઈરાનના જહાજ પર ચડી ગયા અને કબજે કર્યું

અમેરિકાના મરીન કમાન્ડો ઈરાનના જહાજ પર ચડી ગયા અને કબજે કર્યું

Published : 21 April, 2026 10:37 AM | IST | Iran
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રવિવારે અમેરિકન નેવીએ ઈરાની ફ્લૅગ ધરાવતા કાર્ગો જહાજ ટૌસ્કાને અટકાવીને કબજે કર્યું હતું.

ઈરાની ઝંડાવાળા જહાજ ટોસ્કાને કબજે કરવા માટે અમેરિકાના USS ત્રિપોલી વૉરશિપ પરથી નીકળેલા હેલિકૉપ્ટરના વિડિયોનો સ્ક્રીન શૉટ.

ઈરાની ઝંડાવાળા જહાજ ટોસ્કાને કબજે કરવા માટે અમેરિકાના USS ત્રિપોલી વૉરશિપ પરથી નીકળેલા હેલિકૉપ્ટરના વિડિયોનો સ્ક્રીન શૉટ.


મિડલ ઈસ્ટના યુદ્ધક્ષેત્રમાંથી બહાર આવેલો એક નવો વિડિયો દર્શાવે છે કે અમેરિકાના મરીન કૉર્ઝના કમાન્ડો સપ્તાહના અંતે ઈરાની ફ્લૅગવાળા કાર્ગો જહાજમાં ચડી ગયા હતા અને અરબી સમુદ્રમાં એનું નિયંત્રણ કબજે કર્યું હતું. આ ઘટનાક્રમ અમેરિકા-ઈરાન સંઘર્ષમાં એક નવો ટર્નિંગ પૉઇન્ટ છે જ્યાં બધી કાર્યવાહી હવે હોર્મુઝ સ્ટ્રેટ તરફ આગળ વધી ગઈ છે. ગયા અઠવાડિયે અમેરિકાએ ઈરાની બંદરો પર જતાં અને આવતાં જહાજો માટે હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધીની જાહેરાત કરી હતી. અમેરિકાએ ચેતવણી આપી હતી કે ઈરાન સાથે જોડાયેલું કોઈ પણ જહાજ હોર્મુઝ સ્ટ્રેટમાંથી બહાર નીકળીને અરબી સમુદ્રમાં જવાનો પ્રયાસ કરશે તો એને જપ્ત કરવામાં આવશે.

રવિવારે અમેરિકન નેવીએ ઈરાની ફ્લૅગ ધરાવતા કાર્ગો જહાજ ટૌસ્કાને અટકાવીને કબજે કર્યું હતું. મરીન કમાન્ડોની ટુકડી કાર્ગો જહાજ પર ચડી એ પહેલાં ગોળીબાર કર્યો હતો. ૬ કલાકના સમયગાળા દરમ્યાન વારંવાર ચેતવણીઓનું પાલન કરવામાં નિષ્ફળ ગયા પછી મરીન્સે બોર્ડિંગ હાથ ધર્યું હતું. મરીન્સ એના પર ચડી ગયા હતા અને નિયંત્રણ કબજે કરે એ પહેલાં ગાઇડેડ-મિસાઇલ ડિસ્ટ્રૉયર USS સ્પ્રુઅન્સે જહાજના પ્રોપલ્શનને અક્ષમ કરી દીધું હતું.



જહાજ જપ્ત કર્યા પછી પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ઉમેર્યું હતું કે અમેરિકન મરીન પાસે જહાજનો સંપૂર્ણ કબજો છે અને તેઓ એમાં શું છે એની તપાસ કરી રહ્યા છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે જહાજ અગાઉની ગેરકાયદે પ્રવૃત્તિને કારણે અમેરિકન ટ્રેઝરી પ્રતિબંધો હેઠળ છે.


ઈરાનનો બદલો લેવાની પ્રતિજ્ઞા
અમેરિકાએ કાર્ગો જહાજ જપ્ત કર્યા બાદ ઈરાનની સેનાએ કહ્યું હતું કે ‘આ જહાજ ચીનથી મુસાફરી કરી રહ્યું હતું. અમે ચેતવણી આપીએ છીએ કે ઈરાનનાં સશસ્ત્ર દળો ટૂંક સમયમાં અમેરિકન સેનાની આ સશસ્ત્ર ચાંચિયાગીરી સામે જવાબ આપશે અને બદલો લેશે.’


Whatsapp-channel Whatsapp-channel

21 April, 2026 10:37 AM IST | Iran | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK