પહેલાં ગોળી મારીશું, પછી વાત કરીશું : ડેન્માર્કની અમેરિકાને વૉર્નિંગ
ડોનલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર
ડેન્માર્કના આધિપત્ય હેઠળ આવતા ગ્રીનલૅન્ડ પર કબજો મેળવવાના અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના દાવા બાદ જોરદાર ચર્ચા શરૂ થઈ છે ત્યારે અમેરિકન અધિકારીઓએ ગ્રીનલૅન્ડના રહેવાસીઓને ડેન્માર્કથી અલગ થવા અને સંભવિત રીતે અમેરિકામાં જોડાવા માટે તેમને એકસાથે મોટી રકમની ચુકવણી કરવા તૈયાર હોવાનું જાણવા મળે છે. આ ચુકવણીનો ચોક્કસ આંકડો અને લૉજિસ્ટિક્સ અસ્પષ્ટ છે, પણ વાઇટ હાઉસનાં સૂત્રો જણાવે છે કે આ રકમ પ્રતિ વ્યક્તિ ૧૦,૦૦૦થી ૧,૦૦,૦૦૦ ડૉલર (આશરે ૯ લાખથી ૯૦ લાખ રૂપિયા) સુધીની હોઈ શકે છે.
ડેન્માર્કના અધિકારીઓ જણાવે છે કે ગ્રીનલૅન્ડ વેચાણ માટે નથી. એમ છતાં અમેરિકા ૫૭,૦૦૦ લોકોના ટાપુને ખરીદવાનો પ્રયાસ કરે છે. ગ્રીનલૅન્ડને હસ્તગત કરવા માટે વાઇટ હાઉસ દ્વારા ચર્ચા કરવામાં આવી રહેલી વિવિધ યોજનાઓમાં આ બાબતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અમેરિકા સૈન્યનો સંભવિત ઉપયોગ કરી શકે છે, પરંતુ એ વધુપડતું જોખમી અને ત્યાં રહેતી વસ્તી માટે અપમાનજનક હોવાનું જોખમ રહે છે.
ADVERTISEMENT
ગ્રીનલૅન્ડના વડા પ્રધાન જેન્સ-ફ્રેડરિક નીલ્સને રવિવારે એક ફેસબુક-પોસ્ટમાં લખ્યું હતું કે બસ થઈ ગયું, જોડાણ વિશે હવે કોઈ કલ્પનાઓ કરવાની જરૂર નથી.
પહેલાં ગોળી મારીશું, પછી વાત કરીશું : ડેન્માર્કની અમેરિકાને વૉર્નિંગ
ગ્રીનલૅન્ડ પર કબજો કરવાની વાતો કરી રહેલા અમેરિકાને ડેન્માર્કે કડક શબ્દોમાં ચેતવણી આપી છે. અમેરિકા ગ્રીનલૅન્ડના રહેવાસીઓને આશરે ૯૦ લાખ રૂપિયા આપવા તૈયાર છે અને જો તેઓ નહીં માને તો ગ્રીનલૅન્ડ પર આક્રમણ કરવા પણ અમેરિકા તૈયાર છે. જોકે આના પગલે ડેન્માર્કના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે જો અમેરિકા ગ્રીનલૅન્ડ પર આક્રમણ કરશે તો અમે પહેલાં ગોળી મારીશું અને પછી સવાલ પૂછીશું.
ડેન્માર્કમાં ૧૯૫૨ના સૈન્ય નિયમો અનુસાર સૈનિકોએ ઉચ્ચ અધિકારીઓના આદેશ વિના આક્રમણકારીઓ પર હુમલો કરવાનો હોય છે.


