ટ્રમ્પની નવી ટૅરિફ અમેરિકા માટે સારી હતી કે કેમ એ પ્રશ્ન પર ઉત્તરદાતાઓ સમાન રીતે વિભાજિત થયા હતા અને વિરોધ અને તરફેણમાં ૪૪-૪૪ ટકા મત પડ્યા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર
અમેરિકાસ્થિત એક થિન્ક ટૅન્ક દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે અમેરિકાએ ભારત પર ટૅરિફ લાદવી જોઈતી નહોતી. ડેમોક્રસી ઇન્સ્ટિટ્યૂટના સર્વેમાં ૫૩ ટકા લોકોએ કહ્યું કે આ પગલું ખોટું હતું, જ્યારે ૪૩ ટકા લોકો ટૅરિફ લાદવાના પક્ષમાં હતા.
ડેમોક્રસી ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક ડિરેક્ટર પૅટ્રિક બાશમે જણાવ્યું હતું કે ‘સૈદ્ધાંતિક રીતે સંરક્ષણવાદી ટૅરિફ માટે અમેરિકન મતદારોના મજબૂત સમર્થનને જોતાં આ એક આશ્ચર્યજનક પ્રતિભાવ છે. ટ્રમ્પની નવી ટૅરિફ અમેરિકા માટે સારી હતી કે કેમ એ પ્રશ્ન પર ઉત્તરદાતાઓ સમાન રીતે વિભાજિત થયા હતા અને વિરોધ અને તરફેણમાં ૪૪-૪૪ ટકા મત પડ્યા હતા.’
ADVERTISEMENT
પૅટ્રિક બાશમે નોંધ્યું હતું કે ‘અમેરિકનો ઔદ્યોગિક નીતિના સાધન તરીકે ટ્રમ્પની ટૅરિફના સમર્થનમાં અડગ રહ્યા છે. તેઓ તેમના સાથીઓ પર ભૂરાજકીય નિર્ણયોનો લાભ લેવા માટે ટૅરિફના તેમના વધતા ઉપયોગથી પ્રભાવિત નથી. મોટા ભાગના (૫૩ ટકા) લોકોએ એમ પણ કહ્યું કે તેઓ ભારત સરકાર અને ભારતના લોકો સમક્ષ અમેરિકાની ઇમેજ સારી રહે એવું ઇચ્છે છે.’

