ઈરાને દાવો કર્યો હતો કે હુમલા બાદ અમેરિકન જહાજ અને એની સાથેનું સ્ટ્રાઇક ગ્રુપ તેજ ગતિએ આ વિસ્તારમાંથી ભાગતાં જોવા મળ્યાં હતાં
ફાઇલ તસવીર
ઈરાનના ઇસ્લામિક રેવલ્યુશનરી ગાર્ડ કૉર્ઝ (IRGC)એ ગઈ કાલે વહેલી સવારે જણાવ્યું હતું કે અદ્યતન મિસાઇલો અને ડ્રોન હુમલાથી એણે ચોકસાઈની કાર્યવાહીમાં અમેરિકન યુદ્ધજહાજ અબ્રાહમ લિંકન ઍરક્રાફ્ટ કૅરિયરને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું છે. એક નિવેદનમાં IRGCએ જણાવ્યું હતું કે અમારી કામગીરી દરમ્યાન અબ્રાહમ લિંકન નેવી કૅરિયરને નિશાન બનાવવામાં આવ્યું હતું.
આ નિવેદનમાં જોકે નુકસાન અથવા સંભવિત જાનહાનિ અંગે વિગતો આપવામાં આવી નથી.
ADVERTISEMENT
અબ્રાહમ લિંકન એક પરમાણુ સંચાલિત નિમિત્ઝ-ક્લાસ ઍરક્રાફ્ટ કૅરિયર છે. એને મુખ્યત્વે મિડલ ઈસ્ટ અને ઇન્ડો-પૅસિફિકમાં ડિપ્લૉય કરવામાં આવે છે. અમેરિકન સૈન્યએ અત્યાર સુધી આ દાવા પર કોઈ નિવેદન બહાર પાડ્યું નથી.
ઈરાને દાવો કર્યો હતો કે હુમલા બાદ અમેરિકન જહાજ અને એની સાથેનું સ્ટ્રાઇક ગ્રુપ તેજ ગતિએ આ વિસ્તારમાંથી ભાગતાં જોવા મળ્યાં હતાં. આ દાવાનો જવાબ આપતાં અમેરિકાએ કહ્યું હતું કે અબ્રાહમ લિંકન કૅરિયર સ્ટ્રાઇક ગ્રુપ ઑપરેશન એપિક ફ્યુરીને સમર્થન આપવાનું ચાલુ રાખે છે.
