Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > સ્પેસમાંથી આવેલી બ્લુ સ્પૅરો મિસાઇલે ખાતમો બોલાવ્યો ખામેનેઈનો

સ્પેસમાંથી આવેલી બ્લુ સ્પૅરો મિસાઇલે ખાતમો બોલાવ્યો ખામેનેઈનો

Published : 07 March, 2026 10:57 AM | IST | Jerusalem
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૬.૫ મીટર લાંબી અને ૧.૯ ટન વજનની આ અમેરિકન મિસાઇલ ૨૦૦૦ કિલોમીટરની રેન્જ ધરાવે છે

બ્લુ સ્પૅરો મિસાઇલ

બ્લુ સ્પૅરો મિસાઇલ


અમેરિકા અને ઇઝરાયલે ૨૮ ફેબ્રુઆરીએ ઈરાન પર કરેલા જે હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લા અલી ખામેનેઈનું મૃત્યુ થયું હતું એ માટે ઇઝરાયલે બ્લુ સ્પૅરો તરીકે ઓળખાતા અદ્યતન જેટ-લૉન્ચ બૅલિસ્ટિક હથિયારનો ઉપયોગ કર્યો હતો. આ મિસાઇલ લક્ષ્ય પર પ્રહાર કરતાં પહેલાં ૨૦૦૦ કિલોમીટર ઉપર આસમાનમાં ટ્રાવેલ કરે છે અને ક્ષણવાર માટે પૃથ્વીનું વાતાવરણ છોડીને સ્પેસમાં જઈને ટાર્ગેટ પર સીધી આવીને વાયુવેગે પ્રહાર કરે છે. આ મિસાઇલ જે રીતે સ્પેસ સુધી જઈને પાછી ફરે છે એને કારણે એને સ્પેસ મિસાઇલ પણ કહેવામાં આવે છે.

બ્લુ સ્પૅરો મિસાઇલ વિશે અનેક મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ મિસાઇલ સામાન્ય રીતે ફાઇટર ઍરક્રાફ્ટ પરથી છોડવામાં આવે છે. ત્યાર બાદ એના બૂસ્ટર રૉકેટ પેલોડ એના લક્ષ્ય તરફ નીચે ઊતરે એ પહેલાં એને ઊંચાઈવાળા બૅલિસ્ટિક માર્ગ પર મોકલે છે. આ મિસાઇલની રેન્જ લગભગ ૨૦૦૦ કિલોમીટર છે. એ લગભગ ૬.૫ મીટર લાંબી છે અને એનું વજન લગભગ ૧૯૦૦ કિલો છે.



આ મિસાઇલ ઈરાનમાં જ્યાં પડી એ વખતે એનો ફોર્સ  એટલો તીવ્ર હતો કે એ જ્યાં પડી એ વિસ્તારને તહસનહસ કરી નાખવા ઉપરાંત એનો કાટમાળ અને ધૂળ છેક પશ્ચિમ ઈરાક સુધી ફેલાયા હતા.


Whatsapp-channel Whatsapp-channel

07 March, 2026 10:57 AM IST | Jerusalem | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK