Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


કારાકાસમાં આવેલા ભૂકંપ બાદ મ્યુનિસિપલ પોલીસ અધિકારીઓ સાથે બચાવ કાર્યકરો તૂટી પડેલી ઇમારતના કાટમાળમાંથી શોધ કરી રહ્યા છે

તસવીરો: કારાકાસમાં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ વેનેઝુએલાએ જાહેર કરી ઇમરજન્સી

CNN અનુસાર, વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે બુધવારે દેશમાં આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ કટોકટીની સ્થિતિ જાહેર કરી. અધિકારીઓએ કેટલાક લોકોના મોતની પુષ્ટિ કરી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી ચાલી રહી છે. (ફોટા/ANI)

25 June, 2026 04:15 IST | Venezuela | Gujarati Mid-day Online Correspondent
રોમમાં મોદી-મેલોનીની ખાસ મુલાકાત

PHOTOS: રોમમાં મોદી-મેલોનીની ખાસ મુલાકાત; સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તસવીરો

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. બંને નેતાઓનો ‘મેલોડી’ વીડિયો ઇન્ટરનેટ પર ભારે વાયરલ થયો છે. 20 મેના રોજ શેર કરાયેલા આ વીડિયોએ માત્ર છ કલાકમાં જ 10 કરોડથી વધુ વ્યૂઝ મેળવી ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી હતી.

20 May, 2026 10:09 IST | Rome | Gujarati Mid-day Online Correspondent
મૅન્ટાસ્ટિકના આજના એપિસોડમાં આપણે મળીશું શૈલેષ ત્રિવેદીને (તસવીર ડિઝાઇન: કિશોર સોસા)

અમેરિકાની ધરતી પર ગુજરાતી નાટકો અને ભવાઈનું એન્જિનિયરિંગ અકબંધ રાખનારા કલાકાર

એક ખૂબ જ જાણીતી હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે “મર્દ કો કભી દર્દ નહીં હોતા”, પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછા લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી, પણ તમામ મર્દ જે ‘દર્દ’ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યાં છે તેમની વાર્તા તમારા સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ ‘મૅન્ટાસ્ટિક’. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી કંઈક નવું ઉકાળ્યું હોય. તો આજે આપણે મળીશું શૈલેષ ત્રિવેદીને જેઓ અમેરિકાની ધરતી પર ગુજરાતી રંગભૂમિમાં એક ઇતિહાસ ઘડી રહ્યા છે. ગુજરાતની ભવાઈ અને ગુજરાતી નાટકો શૈલેષ ત્રિવેદીએ આખા ભારતની સાથે સાથે વિદેશમાં પણ લોકો સુધી પહોંચાડી રહ્યા છે. તો ચલો જાણીએ ગુજરાતના શૈલેષ ત્રિવેદીએ અમેરિકામાં રહેતા ગુજરાતીઓ માટે શું નવું રજૂ કર્યું છે.

11 March, 2026 05:32 IST | Mumbai | Viren Chhaya
પૂજ્ય પ્રબોધ સ્વામીજી અને ન્યુઝીલેન્ડના પ્રધાન મંત્રી ક્રિસ્ટોફર લક્સન

હરિ પ્રબોધમ પરિવાર દ્વારા ન્યુઝીલેન્ડમાં `હરિ સુમિરન કમ્યુનિટી સેન્ટર` લોકાર્પિત

હરિ પ્રબોધમ્ પરિવાર દ્વારા ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના સાંનિધ્યમાં ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડની ધરતી પર સનાતન ભારતીય સંસ્કૃતિના મૂલ્યોની સુવાસ પ્રસરાવતા "હરિ સુમિરન કમ્યુનિટી સેન્ટર”ના નિર્માણ અને મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ સંપન્ન થયો. ૭ ફેબ્રુઆરીના રોજ પૂજ્ય પ્રબોધ સ્વામીજી અને ન્યુઝીલેન્ડના પ્રધાન મંત્રી ક્રિસ્ટોફર લક્સનના હાથે આ નૂતન કમ્યુનિટી સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

08 February, 2026 09:07 IST | New Zeeland | Gujarati Mid-day Online Correspondent
ભારતીય દૂતાવાસના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના કાર્યક્રમમાં આશરે 500 લોકોએ ભાગ લીધો હતો.

રિયાધમાં ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ, જુઓ તસવીરો

સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં ભારતીય દૂતાવાસે ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી.

27 January, 2026 09:16 IST | Riyadh | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્યઃ એએફપી

દક્ષિણ સ્પેનમાં મોટો અકસ્માત: બે હાઇસ્પીડ ટ્રેનોની ટક્કર; ૨૧ લોકોના મોત

દક્ષિણ સ્પેનમાં એક મોટો રેલ અકસ્માત થયો (High-speed train collision Spain) છે. એક ટ્રેન પાટા પરથી ઉતરી ગયા બાદ હાઇ-સ્પીડ ટ્રેનો અથડાઈ હતી, જેમાં ઓછામાં ઓછા ૨૧ લોકો માર્યા ગયા હતા અને ૧૦૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટનામાં હજી મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે. ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે.

19 January, 2026 01:11 IST | Andalusia | Gujarati Mid-day Online Correspondent
સાઉદી અરેબિયામાં ભારતના રાજદૂત ડૉ. સુહેલ અજાઝ ખાન આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન હતા.

Photos: રિયાધમાં ભારતીય દૂતાવાસે સશસ્ત્ર દળોના ભૂતપૂર્વ સૈનિક દિવસની ઉજવણી કરી

સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં ભારતીય દૂતાવાસે 16 જાન્યુઆરી, 2026 ના રોજ સશસ્ત્ર દળોના ભૂતપૂર્વ સૈનિક દિવસની ઉજવણી કરી. આ પ્રસંગે, ભારતીય સશસ્ત્ર દળોના ભૂતપૂર્વ સૈનિકોને તેમના સમર્પણ, બલિદાન અને રાષ્ટ્ર પ્રત્યેની સેવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.

18 January, 2026 05:43 IST | riyadh | Gujarati Mid-day Online Correspondent
ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પછી, અમેરિકન સૈનિકોએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિની સીધી ધરપકડ કરી છે. હાલમાં, વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો ન્યૂયોર્કની જેલમાં છે. (ફાઇલ તસવીરો)

વેનેઝુએલા: આ વિચિત્ર પ્રાણીનું માંસ સૌથી વધુ ખવાય છે, નામ જાણી તમે પણ ચોંકી જશો

વેનેઝુએલાના રાષ્ટ્રપતિ હાલમાં અમેરિકાની કસ્ટડીમાં છે. હવે તેમના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કારણોસર, વેનેઝુએલા જેવા નાનકડા દેશની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. (તસવીરો: ફાઇલ તસવીર)

05 January, 2026 07:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK