વડાપ્રધાન રિયો ડી જાનેરોના ગેલીઓ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી મોદી બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાના આમંત્રણ પર બ્રાઝિલની મુલાકાતે છે. પ્રધાનમંત્રી રિયો ડી જાનેરોમાં 17મા બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેશે અને ત્યારબાદ સત્તાવાર મુલાકાત લેશે. શિખર સંમેલન દરમિયાન પ્રધાનમંત્રી અનેક દ્વિપક્ષીય બેઠકો પણ કરે તેવી શક્યતા છે. બ્રાઝિલની સત્તાવાર મુલાકાત માટે પ્રધાનમંત્રી બ્રાઝિલિયાની યાત્રા કરશે, જ્યાં તેઓ વેપાર, સંરક્ષણ, ઊર્જા, અંતરિક્ષ, પ્રૌદ્યોગિકી, કૃષિ, સ્વાસ્થ્ય અને લોકો વચ્ચેના સંબંધો સહિત પારસ્પરિક હિતના ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વિસ્તૃત કરવા અંગે રાષ્ટ્રપતિ લુલા સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે.