રશિયાની મુલાકાત બાદ પીએમ મોદી ઑસ્ટ્રિયાના પ્રવાસે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પર ભારતનું રાષ્ટ્રીય ગીત `વંદે માતરમ` ગાતા ગાયક સાથે જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મુલાકાત 40 વર્ષમાં ભારતીય વડા પ્રધાનની ઑસ્ટ્રિયાની પહેલી મુલાકાત હતી. મુલાકાત દરમિયાન પીએમ મોદી ઓસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ નેહામર સાથે ચર્ચા કરશે અને રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર વાન ડેર બેલેનને મળવાના છે. પીએમ મોદી બંને દેશના આર્થિક સંબંધોને મજબૂત કરવા માટે ઓસ્ટ્રિયાના સીઈઓ અને ભારતીય બિઝનેસ ડેલિગેશન સાથે પણ વાતચીત કરશે. વધુમાં, PM મોદી તેમની મુલાકાત પૂર્ણ કરતા પહેલા ભારતીય સમુદાયનું પણ સંબોધન કરવાના છે. વડા પ્રધાન મોદી ચાન્સેલર નેહામર દ્વારા આયોજિત રાત્રિભોજનમાં હાજર રહ્યા હતા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે ઑસ્ટ્રિયન નેતૃત્વ સાથે અનેક મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા પણ કરી હતી.

















