આ ખતરા વચ્ચે દેશની માયાનગરી મુંબઈ માટે ચિંતા વધી છે. છેલ્લા 15 દિવસમાં આફ્રિકી દેશોમાંથી કુલ 1000 યાત્રી મુંબઈમાં આવ્યા છે.

પ્રતીકાત્મક તસવીર
સમગ્ર દુનિયામાં ઓમિક્રોન વેરિયન્ટ (Omicron variant)ને કારણે ફરી એક વાર દહેશતનો માહોલ ઉભો થયો છે. આ પહેલાના તમામ વેરિયન્ટની તુલનામાં આ વેરિયન્ટ વધારે ખતરનાક અને ઘાતકી માનવામાં આવી રહ્યો છે. હવે આ ખતરા વચ્ચે દેશની માયાનગરી મુંબઈ માટે ચિંતા વધી છે. છેલ્લા 15 દિવસમાં આફ્રિકી દેશોમાંથી કુલ 1000 યાત્રી મુંબઈમાં આવ્યા છે.
આ મહત્વની જાણકારી BMC (બૃહ્નમુંબઈ મ્યુનિસિપલ ક કોર્પોરેર્પોરેશન) ના એક વરિષ્ઠ અધિકારીએ આપી છે. BMC તરફથી કહેવામાં આવ્યું છે કે છેલ્લા 15 દિવસમાં 1000 યાત્રીઓ મુંબઈમાં લેન્ડ થયા છે. આ તમામ લોકો આફ્રિકી દેશોમાંથી આવ્યા છે, જ્યાં ઓમિક્રોનનું જોખમ મંડરાય રહ્યું છે.
આ પણ વાંચોઃ કોરોના સંક્રમિતોને ઓમિક્રોન વેરિયન્ટનું જોખમ વધુ, અહીં જાણો તમામ સવાલોના જવાબ
હાલમાં તો BMC પાસે 1000 યાત્રીઓમાંથી બીએમસી પાસે માત્ર 466 લોકોનો ડેટા જ ઉપલબ્ધ છે. જેમાંથી 100 લોકોનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. તેમાંથી જે પણ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવશે તેને જિનોમ સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવશે. આ સાથે જ ભારપૂર્વક કહેવામાં આવ્યું છે આફ્રીકી દેશોમાંથી આવેલા લોકોમાંથી સંક્રમિતોને સેવન હિલ્સ હોસ્પિટલમાં ક્વોરન્ટાઈન કરવામાં આવે.
ઓમિક્રોનના ખતરા વચ્ચે દેશના તમામ રાજ્યો સાવચેત થઈ ગયા છે અને આગોતરી તૈયારી તરીકે કેટલાક પ્રતિબંધ મુકી દીધા છે. જાણવા મળ્યું છે કે બીએમસીએ ઓમિક્રોન ખતરા વચ્ચે પાંચ હોસ્પિટલ અને જંબો સુવિધાની વ્યવસ્થા થઈ ચુકી છે. હાલમાં પાંચ જમ્બો સેન્ટર સક્રિય રૂપથી કામ કરી રહ્યાં છે. તેમજ કહેવામાં આવી રહ્યું કે આગામી દિવસોમાં સ્ક્રીનિંગ પર વઘુ ભાર મુકવામાં આવશે.