ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટના વાહનને આગ ચાંપી દીધી
ગ્રામવાસીઓએ ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટની વૅન બાળી નાખી હતી
પુણે જિલ્લાના શિરુર તહસીલના એક ગામમાં ગઈ કાલે ૧૩ વર્ષના ટીનેજર પર દીપડાએ હુમલો કર્યો હતો જેમાં ટીનેજરનું મૃત્યુ થયું હતું. છેલ્લા એક મહિનામાં દીપડાનો આ ત્રીજો હુમલો હતો એને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને તેમણે ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટની પૅટ્રોલિંગ વૅનને આગ ચાંપી દીધી હતી.
વન વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘પુણેના જુન્નર વન વિભાગમાં દર ૧૦૦ ચોરસ કિલોમીટરમાં છથી સાત દીપડા છે. અહીં પિમ્પરખેડ ગામમાં ખેતરમાં રોહન નામનો છોકરો રમી રહ્યો હતો ત્યારે દીપડાએ તેના પર હુમલો કરતાં તેનું મૃત્યુ થયું હતું.’


