ચોક્કસ માહિતીના આધારે DRIના ઑફિસરોએ પૅસેન્જરોને અટકાવીને તેમના સામાનની ચકાસણી કરી હતી
ફૂડ પેકેટમાં છુપાવવામાં આવ્યું હતું ડ્રગ્સ
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ગઈ કાલે ડિરેક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ બૅન્ગકૉકથી આવેલા બે પ્રવાસીઓ પાસેથી ૪૨ કરોડ રૂપિયાની કિંમતનો હાઇડ્રોપોનિક (પાણીમાં ઉગાડેલો) ગાંજો જપ્ત કરી તેમની ધરપકડ કરી હતી.
ચોક્કસ માહિતીના આધારે DRIના ઑફિસરોએ પૅસેન્જરોને અટકાવીને તેમના સામાનની ચકાસણી કરી હતી જેમાં તેમની બૅગમાંથી નૂડલ્સ અને બિસ્કિટનાં ૨૧ પૅકેટ મળી આવ્યાં હતાં જેમાં ૪૨.૩૪ કિલો હાઇડ્રોપોનિક ગાંજો છુપાવ્યો હતો.


