Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્રમાં ૨૮૨ અગ્નિવીરોને સામેલ કરવામાં આવશે પોલીસ-ડિપાર્ટમેન્ટમાં

મહારાષ્ટ્રમાં ૨૮૨ અગ્નિવીરોને સામેલ કરવામાં આવશે પોલીસ-ડિપાર્ટમેન્ટમાં

Published : 25 October, 2026 01:25 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૮૨ ભૂતપૂર્વ અગ્નિવીરોની મહારાષ્ટ્રના પોલીસ-ડિપાર્ટમેન્ટમાં ભરતી કરવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્ર સરકારે ઇન્ડિયન મિલિટરીમાં સેવા આપી ચૂકેલા અગ્નિવીરોને પોલીસદળમાં સામેલ કરવાનો નિર્ણય લીધો હોવાની માહિતી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપી હતી. દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે નિયમોમાં અમુક જરૂરી ફેરફાર કર્યા બાદ ૨૮૨ ભૂતપૂર્વ અગ્નિવીરોની મહારાષ્ટ્રના પોલીસ-ડિપાર્ટમેન્ટમાં ભરતી કરવામાં આવશે. આ માટેનો નિર્ણય કૅબિનેટની મીટિંગમાં લેવામાં આવ્યો હતો. દેશ માટે લડી ચૂકેલા અગ્નિવીરોને સરકારી નોકરીઓમાં અનામત આપવાનો નિર્ણય મીટિંગમાં લેવાયો હોવાનું તેમણે પોતાના સત્તાવાર સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર જણાવ્યું હતું. 
કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રના હોય એવા ૨૮૨ અગ્નિવીરોનું લિસ્ટ રાજ્ય સરકારને મોકલાવ્યું હતું અને એ રીતની વ્યવસ્થા કરીને તેમના માટે નોકરીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ અગ્નિવીરોમાં ઇન્ડિયન નેવીમાં સેવા આપી ચૂકેલા ૧૫૦ સીમેન ડેકસાઇડ અને ૧૩૨ સીમેન એન્જિન સાઇડનો સમાવેશ થાય છે. તેમને પોલીસ સિપાહી તરીકે ભરતી કરવામાં આવશે. આ માટેનો આદેશ પણ તેમને મોકલી દેવામાં આવ્યો છે. 

જાણવા જેવું
૨૦૨૨માં કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અગ્નિપથ યોજના હેઠળ ૨૧ વર્ષ સુધીના યુવાનોને ભારતીય સેનામાં આર્મી, નેવી અને ઍર ફોર્સમાં ૪ વર્ષ માટે ભરતી કરવામાં આવે છે. આ દરમ્યાન તેઓ દેશની સેવા કરે છે અને ફ્રન્ટલાઇન પર લડે પણ છે. ત્યાર પછી પચીસ ટકા અગ્નિવીરોને રેગ્યુલર સોલ્જર તરીકે ભારતીય સેનામાં સેવા આપવા માટે રાખવામાં આવે છે, જ્યારે બાકીના ૭૫ ટકાને સિવિલિયન લાઇફમાં પાછા મોકલાવી દેવામાં આવે છે અને તેમને મિલિટરીમાં સેવા બજાવનારાઓને મળતા ફાયદા મળતા નથી. જોકે પોલીસ, ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટ, ફાયર-બ્રિગેડ, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF)માં તેમને નોકરી આપવા માટે પ્રધાન્ય આપવામાં આવે છે અને આ બધી જ સરકારી નોકરીઓમાં તેમને સ્થાન આપવામાં આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

25 October, 2026 01:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK