Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નૅશનલ પાર્કમાં ૬ વર્ષના લેપર્ડ બિટ્ટુ બૉસનું બીમારીને કારણે મૃત્યુ

નૅશનલ પાર્કમાં ૬ વર્ષના લેપર્ડ બિટ્ટુ બૉસનું બીમારીને કારણે મૃત્યુ

Published : 23 March, 2026 07:59 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બોરીવલી નૅશનલ પાર્કમાં છેલ્લાં ૬ વર્ષથી રાખવામાં આવેલા દીપડા બિટ્ટુ બૉસનું ૨૧ માર્ચે મૃત્યુ થયું હતું

બિટ્ટુ બૉસના નિધનથી નૅશનલ પાર્કનો સ્ટાફ ગમગીન.

બિટ્ટુ બૉસના નિધનથી નૅશનલ પાર્કનો સ્ટાફ ગમગીન.


બોરીવલી નૅશનલ પાર્કમાં છેલ્લાં ૬ વર્ષથી રાખવામાં આવેલા દીપડા બિટ્ટુ બૉસનું ૨૧ માર્ચે મૃત્યુ થયું હતું. એ છેલ્લા થોડા વખતથી બીમાર હતો. ૨૦૧૯માં દીપડાના એ બચ્ચા (બિટ્ટુ)ને થાણેના યેઉરમાંથી બચાવીને નૅશનલ પાર્કમાં લાવવામાં આવ્યું હતું. કેટલાક મહિનાઓથી એને કિડનીની બીમારી હતી અને એની સારવાર પણ ચાલી રહી હતી. આખરે ૨૧ માર્ચે એનું મૃત્યુ થયું હતું. વધુ તપાસ માટે એના સેલ્સ મુંબઈ વેટરિનરી હૉસ્પિટલમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. એનું મૃત્યુ થતાં નૅશનલ પાર્કના સ્ટાફમાં ભારે ગમગીની ફેલાઈ અને એક સ્વજન ગુમાવ્યાની લાગણી તેઓ અનુભવી રહ્યા હતા.   


Whatsapp-channel Whatsapp-channel

23 March, 2026 07:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK