Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એકસાથે ૬૫૦૦થી અધિક પુણ્યશાળીઓ મુલુંડ ખાતે માસક્ષમણનાં પચ્ચક્ખાણ લેશે

એકસાથે ૬૫૦૦થી અધિક પુણ્યશાળીઓ મુલુંડ ખાતે માસક્ષમણનાં પચ્ચક્ખાણ લેશે

Published : 02 August, 2026 07:31 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પૂજ્યશ્રી ધર્મસૂરિજી સમુદાયના પ્રૌઢ પ્રભાવશાળી આચાર્ય ભગવંત સૂર્યોદયસૂરિજી સમુદાયના આચાર્ય ભગવંત શ્રી રાજરત્નસૂરિજી મ.સા.ની નિશ્રામાં એકસાથે ૬૫૦૦ જેટલા ભાગ્યશાળીઓ માસક્ષમણનાં પચ્ચક્ખાણ ગ્રહણ કરવા જઈ રહ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પૂજ્યશ્રી ધર્મસૂરિજી સમુદાયના પ્રૌઢ પ્રભાવશાળી આચાર્ય ભગવંત સૂર્યોદયસૂરિજી સમુદાયના આચાર્ય ભગવંત શ્રી રાજરત્નસૂરિજી મ.સા.ની નિશ્રામાં એકસાથે ૬૫૦૦ જેટલા ભાગ્યશાળીઓ માસક્ષમણનાં પચ્ચક્ખાણ ગ્રહણ કરવા જઈ રહ્યા છે.

અષાઢ વદ ચોથ, ૨૦૨૬ની બીજી ઑગસ્ટે સવારે બરાબર ૭ વાગ્યે વારાહિના શ્રી શાંતિનાથ પ્રભુની નિશ્રામાં નિર્મલ લાઇફસ્ટાઇલ ડોમ, LBS માર્ગ, મુલુંડ (વેસ્ટ)માં પચ્ચક્ખાણનો કાર્યક્રમ સંગીતની સૂરાવલિઓ સાથે આરંભ થશે.



યોગાનુયોગ આ વર્ષે વર્ષાવાસ ચાતુર્માસમાં મુલુંડના મોટા ભાગના જૈન સંઘોમાં પૂ. ધર્મસૂરિજી સમુદાયના આચાર્ય ભગવંત શ્રી રાજરત્નસૂરિજી મ.સા.ના જ બધા શિષ્યોના ચાતુર્માસ છે. એ દરેક જગ્યાએ ખૂબ ઉલ્લાસપૂર્વક ૩૦ ઉપવાસ એટલે કે માસક્ષમણની તપશ્ચર્યાના પ્રથમ ૩ ઉપવાસનાં પચ્ચક્ખાણ લેવા એકઠા થશે. એમાં ઘણા ભાગ્યશાળીઓ એકસાથે ૮થી ૧૬ ઉપવાસનાં પચ્ચક્‍‍ખાણ પણ ગ્રહણ કરશે. માસક્ષમણની તપશ્ચર્યાને મૃત્યુ પર વિજય મેળવનારી મૃત્યુંજય તપશ્ચર્યા કહેવાય છે.


પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી રાજરત્નસૂરિજી મ.સા.ની નિશ્રામાં અગાઉ ઘાટકોપર, સાંતાક્રુઝ, પાર્લા, કાંદિવલી, બોરીવલી, વડોદરા, પાલિતાણા જગ્યાએ હજારોની સંખ્યામાં આવી સામૂહિક માસક્ષમણની તપશ્ચર્યા કરાવવામાં આવી છે; પણ આ વખતે સૌથી વધારે સંખ્યામાં જે વિશ્વમાં રેકૉર્ડ સ્વરૂપ ગણી શકાય એવો ઉત્સાહ-ઉલ્લાસભર્યો માહોલ ઊભો થયો છે. જ્યારે વિશ્વમાં ભૂખની ભૂતાવળમાં હજારો લોકો ઓબેસિટીથી માંડી ઓવરઈટિંગના કારણે રોગચાળા અને મૃત્યુના મુખ તરફ આગળ વધી રહ્યા છે ત્યારે ૬ વર્ષથી લઈને ૯૦ વર્ષના હજારો ભાગ્યશાળીઓ આ આત્મકલ્યાણ સાધી આપતી તપશ્ચર્યામાં જોડાઈ રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

02 August, 2026 07:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK