અલર્ટ મળતાં જ રેલવે પ્રશાસનની ટેક્નિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
ઉત્તર પ્રદેશના દાદરીથી નવી મુંબઈના જવાહરલાલ નેહરુ પોર્ટ જઈ રહેલી માલગાડીના ડબ્બા શુક્રવારે સવારે સાડાદસ વાગ્યે છૂટા પડી ગયા હતા. આ ઘટના વસઈ-ઈસ્ટના મધુબન સિટી નજીક બની હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે અન્ય નુકસાન થયું નહોતું. અલર્ટ મળતાં જ રેલવે પ્રશાસનની ટેક્નિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને છૂટા પડી ગયેલા ડબ્બાઓને જોડ્યા હતા. ૩૦થી ૪૦ મિનિટમાં માલગાડી ફરી પાટે ચડીને દોડવા માંડી હતી.
આજે સેન્ટ્રલ રેલવેમાં મેઇન અને હાર્બર લાઇન પર મેગા બ્લોક
ADVERTISEMENT
સેન્ટ્રલ રેલવે દ્વારા એન્જિનિયરિંગ તથા મેઇન્ટેનન્સના કામ માટે આજે મેઇન અને હાર્બર લાઇન પર મેગા બ્લૉકની જાહેરાત કરવામાં આવી છે. બ્લૉકને કારણે અનેક ટ્રેનો ડાઇવર્ટ કરવામાં આવશે, જ્યારે અમુક ટ્રેનો કૅન્સલ પણ કરવામાં આવી છે. ટ્રેન-સર્વિસ થોડી મોડી ચાલશે એમ જણાવીને સેન્ટ્રલ રેલવેએ પ્રવાસીઓને આ વાત ધ્યાનમાં રાખીને તેમનો પ્રવાસ નક્કી કરવાની સૂચના આપવામાં આવી છે. મેઇન લાઇનમાં માટુંગા અને મુલુંડ વચ્ચે અપ અને ડાઉન ફાસ્ટ લાઇન પર સવારે ૧૧.૦૫ વાગ્યાથી બપોરે ૩.૪૫ વાગ્યા દરમ્યાન બ્લૉક રહેશે. હાર્બર લાઇન પર છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) અને ચૂનાભઠ્ઠી તથા બાંદરા વચ્ચે સવારે ૧૦.૪૦ વાગ્યાથી સાંજે ૪.૪૦ વાગ્યા ડાઉન લાઇન પર, જ્યારે સવારે ૧૧.૧૦ વાગ્યાથી સાંજે ૪.૧૦ વાગ્યા સુધી અપ લાઇન પર બ્લૉક રહેશે.
થાણેમાં સોમવારથી શ્રી પરમપદ તપની સામૂહિક આરાધનાનો શુભારંભ
જાપધ્યાનનિષ્ઠ રાષ્ટ્રસંત, ૨૫૮ જૈન મંદિરોના પ્રતિષ્ઠાકારક પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી ચન્દ્રાનન સાગર સૂરીશ્વરજી મ.સા., પ્રવર્તક પૂ. મુનિવર શ્રી હરીશચન્દ્રસાગરજી મ.સા, કાર્યદક્ષ પૂ. મુનિવર શ્રી મનનચન્દ્રસાગરજી મ.સા. આદિ ઠાણાની નિશ્રામાં શ્રી ઋષભદેવજી મહારાજ જૈન ધર્મ ટેમ્પલ ઍન્ડ જ્ઞાતિ ટ્રસ્ટ, થાણા અને શ્રી રાજસ્થાન શ્વે. મૂર્તિ. જૈન સંઘ, થાણાના નેજા હેઠળ કોંકણ શત્રુંજય સ્વરૂપ થાણાના ટેમ્બી નાકા, જૈન મંદિર માર્ગ, શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલયમાં સોમવાર, ૩ ઑગસ્ટે સર્વ દુઃખનિવારક શ્રી પરમપદ તપની સામૂહિક આરાધનાનો શુભાંરભ થશે.
ભવન, અંધેરીમાં રવિવારે હિન્દી ફિલ્મ મધુમતી દર્શાવાશે
ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી (BCCA) દ્વારા રવિવાર, બીજી ઑગસ્ટે સાંજે ૬.૩૦ વાગ્યે ૧૯૫૮ની સુપરહિટ ફિલ્મ ‘મધુમતી’ દર્શાવાશે. દિલીપકુમાર અને વૈજયંતીમાલા અભિનીત આ ફિલ્મને એ વર્ષનો સર્વોચ્ચ નૅશનલ અવૉર્ડ મળ્યો હતો. કાર્યક્રમમાં બેઠકવ્યવસ્થા માટે જિજ્ઞેશ મકવાણાનો 91676 05061 નંબર પર સંપર્ક કરવો. સ્થળ ઃ એસ. પી. જે. આઇ. એમ. આર ઑડિટોરિયમ (જ્ઞાન સભાગૃહ), ભવન્સ કૅમ્પસ, અંધેરી-વેસ્ટ.
