ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય
પ્રતીકાત્મક તસવીર
જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ છે
જો તમને કોઈ પડકારોનો સામનો કરવો પડે તો સારી રીતે વિચારીને નિર્ણયો લો. લક્ષ્યો પ્રત્યે ધ્યાન આપતા રહો અને એમને શક્ય એટલાં પગલાંઓમાં વિભાજિત કરો. તમારું વ્યક્તિગત તેમ જ વ્યાવસાયિક નેટવર્ક વિકસી શકે છે અને જ્યારે જરૂર હોય ત્યારે તમારે તમારા સંપર્કોનો ઉપયોગ કરવો જોઈએ. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને તમારી ખાવાની આદતો પર ધ્યાન આપો.
જીવનસાથી તરીકે લિયો
લિયો રાશિના જાતકો ઉદાર જીવનસાથી હોય છે, જેઓ ગિફ્ટ અને ભવ્ય હાવભાવથી પોતાના પાર્ટનરને લાડ લડાવવાનું પસંદ કરે છે. તેઓ સામાન્ય રીતે સંબંધોમાં પ્રભુત્વ ધરાવતા હોય છે જે ક્યારેક તેમને ઘમંડી બનાવી શકે છે. લિયો રાશિના જાતકોને સાહસ પ્રત્યે પ્રેમ હોય છે. હકીકત એ છે કે લગ્ન ગમે એટલા લાંબા સમય સુધી ચાલ્યાં હોય તો પણ તેમની વચ્ચે ક્યારેય કંટાળાજનક ક્ષણ નહીં હોય.
ADVERTISEMENT
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
જો તમે કોઈ પણ પડકારજનક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો તો ખૂબ જ સચોટ આયોજનની જરૂર પડશે. ખાતરી કરો કે પૈસાની બાબતો સરળ અને સ્પષ્ટ હોય.
રિલેશનશિપ ટિપ : પરિવાર અને મિત્રો સાથે વાતચીતને હળવી રાખો અને સારી અને ઉચ્ચ વાતચીત કરો. સિંગલ લોકો માટે સકારાત્મક તબક્કો છે.
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
તમે જે પણ ફેરફાર કરવા માગો છો એ થાય ત્યાં સુધી એના વિશે વાત કરશો નહીં. તમારા ફોન, પર્સ અને અન્ય કીમતી વસ્તુઓનું ધ્યાન રાખો.
રિલેશનશિપ ટિપ: તમારી સાથે રહેતા પરિવારના સભ્યો સાથેના તમારા સમીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરો. જે લોકો કૉમ્પ્લિકેટેડ સંબંધોમાં છે તેમણે યોગ્ય પસંદગી કરવી જોઈએ.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
એવા કોઈ પણ નાટક કે પરિસ્થિતિથી દૂર રહો જેનો તમારી સાથે કોઈ સંબંધ નથી. જો તમને લાગે કે તમે સાચા છો તો પણ તમારા મનની વાત કરતાં પહેલાં વિચારો.
રિલેશનશિપ ટિપ : મહત્ત્વપૂર્ણ અને કદાચ મુશ્કેલ વાતચીત કરવાનું શરૂ કરો. નાની-નાની હરકતથી બતાવો કે તમે કાળજી રાખો છો, જે ફરક લાવી શકે છે.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
જો તમે કોઈ અટવાયેલી કે ધીમી ગતિએ ચાલતી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો તો ધીરજ રાખો. કોઈ પણ સ્પર્ધાત્મક પરિસ્થિતિનો સામનો કરતી વખતે સારી રીતે વિચારીને નિર્ણયો લો.
રિલેશનશિપ ટિપ : જો તમે પડકારોનો સામનો કરી રહ્યા છો તો સંબંધો માટે આ એક સકારાત્મક સમય છે. ખરેખર શું મહત્ત્વપૂર્ણ છે એના પર ધ્યાન કેન્દ્રિત કરો.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
જો તમે કાળજીપૂર્વક આયોજન કરો તો કોઈ પણ નવા પ્રોજેક્ટમાં સંભાવના રહેલી છે. જે લોકો તેમના ફૅમિલી બિઝનેસમાં કામ કરે છે તેમના માટે સકારાત્મક તબક્કો છે.
રિલેશનશિપ ટિપ : પરિસ્થિતિ પર વધુ પડતા વિચાર કરવાથી ફક્ત મૂંઝવણ વધી શકે છે. બોલતાં પહેલાં વિચારો અને ગૉસિપને કારણે પ્રતિક્રિયા ન આપો.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
જો તમે કોઈ પણ પ્રકારની વાટાઘાટો કરી રહ્યા હો તો તમે શું પ્રાપ્ત કરવા માગો છો એ વિશે ખૂબ સ્પષ્ટ રહો. બને ત્યાં સુધી બહાર ખાવાનું ટાળો.
રિલેશનશિપ ટિપ : તમારા માટે અનુકૂળ ન હોય તો પણ તમે કરેલા કમિટમેન્ટનું સન્માન કરો. સિંગલ્સ આકસ્મિક રીતે ડેટ કરવાનું પસંદ કરી શકે છે.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
તમારી ઇચ્છા સાથે સમાધાન કર્યા વિના કોઈ પણ અણધારી પરિસ્થિતિમાં ઝડપથી પગલાં લો. સારી રીતે વિચારીને નાણાકીય નિર્ણયો લો.
રિલેશનશિપ ટિપ : પરિવારના વડીલો સાથે દલીલ ન કરવાનો પ્રયાસ કરો. જો તમે કોઈ વચન પાળવાનો ઇરાદો ધરાવતા હો તો જ કોઈ પણ વચન આપો.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
જો કોઈ તમને જરૂર પડે એવી કોઈ પણ મદદ આપવા તૈયાર હોય તો તકોનો મહત્તમ ઉપયોગ કરો. વધુ પડતું વિચારવાનું ટાળો અને તમારે જે કરવાની જરૂર છે એ કરો.
રિલેશનશિપ ટિપ : રહસ્ય દબાવી રાખવાથી ફક્ત પરિસ્થિતિ જટિલ બનશે, કારણ કે સત્ય આખરે તો બહાર આવશે. ઉતાવળમાં નિર્ણયો ન લો.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
તમારા લક્ષ્ય વિશે સ્પષ્ટતા તમને વધુ સારી રીતે આયોજન કરવામાં મદદ કરશે. પોતાનો બિઝનેસ ધરાવતા ઉદ્યોગપતિઓ અને પ્રોફેશનલો માટે આ એક સકારાત્મક સમય છે.
રિલેશનશિપ ટિપ : જો તમે બીજી વ્યક્તિના દૃષ્ટિકોણને સમજવા તૈયાર હો તો કોઈ પણ મતભેદોને દૂર કરી શકાય છે. તમારા અહંકારને કાબૂમાં રાખો.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
જો તમારે કોઈ પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે તો ભૂતકાળમાંથી શીખેલા પાઠને યાદ રાખો. તમારાં લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો અને મજા માણવા માગતા હોવાથી વિચલિત ન થાઓ.
રિલેશનશિપ ટિપ : લાંબા ગાળાના લગ્ન અથવા સંબંધમાં રહેલા લોકો માટે આ એક સકારાત્મક સમય છે. સિંગલ્સે તેઓ શું ઇચ્છે છે એ વિશે ખૂબ જ સ્પષ્ટ રહેવાની જરૂર છે.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
જો તમારી સામાન્ય રીત કામ ન કરે તો પરિસ્થિતિને કેવી રીતે હૅન્ડલ કરવી એ બદલવાની જરૂર પડી શકે છે. તમારા શ્રેષ્ઠ પ્રયાસો કરો અને નાની વિગતો પર ધ્યાન આપો.
રિલેશનશિપ ટિપ : લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં રહેલા લોકોએ પરિસ્થિતિને વાસ્તવિક રીતે જોવી જોઈએ. કોઈ પણ મતભેદ દરમ્યાન કઠોર શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળો.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
જો તમે યોગ્ય રીતે સંભાળશો તો કોઈ પણ તનાવપૂર્ણ પરિસ્થિતિનો ઉકેલ આવી જશે. જો તમે કોઈ નવો વ્યક્તિગત પ્રોજેક્ટ શરૂ કરવા માગતા હો તો એની યોજના બનાવો.
રિલેશનશિપ ટિપ : જો તમે યોગ્ય રીતે સંભાળશો નહીં તો પ્રમાણમાં નાની સમસ્યા વધુ ખરાબ થઈ શકે છે. પરિવાર અને નજીકના મિત્રો માટે સમય કાઢો.
