Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > માટુંગામાં થયેલા ઍક્સિડન્ટમાં ડૉન બૉસ્કો સ્કૂલનો છઠ્ઠા ધોરણમાં ભણતો સ્ટુડન્ટ અને તેના પિતા ઘાયલ

માટુંગામાં થયેલા ઍક્સિડન્ટમાં ડૉન બૉસ્કો સ્કૂલનો છઠ્ઠા ધોરણમાં ભણતો સ્ટુડન્ટ અને તેના પિતા ઘાયલ

Published : 04 October, 2026 08:29 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પપ્પાની ઈજાઓ ગંભીર જણાતાં તેમને ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી હતી, જ્યારે શાર્થિકને કૅઝ્યુઅલ્ટી વૉર્ડમાં સારવાર અપાઈ રહી હતી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


માટુંગાની ડૉન બૉસ્કો સ્કૂલના છઠ્ઠા ધોરણમાં ભણતો શાર્થિક ચવાણ ગઈ કાલે તેના પપ્પા સાથે સ્કૂટર પાછો ફરી રહ્યો હતો ત્યારે તેમના સ્કૂટરનો અકસ્માત થયો હતો જેમાં બન્ને જણ ઘાયલ થયા હતા.
ગઈ કાલે શાર્થિકની એક્ઝામ હતી. એ પતાવ્યા બાદ તેના પપ્પા તેને લેવા સ્કૂલમાં ગયા હતા. તેઓ સ્કૂટર પર દાદર હિન્દુ કૉલોની પાછા ફરી રહ્યા હતા ત્યારે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર રોડ પર કપોળ નિવાસ સામે પાર્ક કરેલી ટૅક્સી સાથે તેમના સ્કૂટરની ટક્કર થઈ હતી. શાર્થિકના પપ્પાએ હેલ્મેટ પહેરી હતી છતાં તેમને મોં પર ઈજા થઈ હતી, જ્યારે શાર્થિકને પણ માથામાં અને પગમાં ઈજા થઈ હતી. હાલ કપોળ નિવાસમાં કન્સ્ટ્રકશનનું કામ ચાલી રહ્યું છે. એનો વૉચમૅન નાસિર શેખ સ્કૂટરનો ઍક્સિડન્ટ થયેલો જોઈને તરત જ દોડ્યો હતો. શાર્થિકના આઇડેન્ટિટી કાર્ડ પરથી ઇમર્જન્સી નંબર જોઈને તરત જ તેની મમ્મી પૂજાને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી અને સાથે પોલીસને પણ જાણ કરી હતી તથા ઍમ્બ્યુલન્સ માટે પણ કૉલ કર્યો હતો. જોકે એ પછી પણ ઍમ્બ્યુલન્સ સમસયર ન આવતાં આખરે નાની ઍમ્બ્યુલન્સમાં તે બન્નેને સાયન હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. શાર્થિકના પપ્પાની ઈજાઓ ગંભીર જણાતાં તેમને ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી હતી, જ્યારે શાર્થિકને કૅઝ્યુઅલ્ટી વૉર્ડમાં સારવાર અપાઈ રહી હતી.


Whatsapp-channel Whatsapp-channel

04 October, 2026 08:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK