Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

Published : 04 October, 2026 08:02 AM | IST | Mumbai
Aparna Bose | aparna.bose@mid-day.com

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ છે
જો તમે પ્રૉપર્ટી ખરીદવાના હો કે ઘરમાં રિનોવેશન કરાવવાના હો તો બજેટ બનાવીને એના પર ટકી રહેજો. જરૂરી સંબંધો પર ધ્યાન આપો અને નાની-નાની વાતોને એટલી મોટી ન બનવા દો જેનાથી પાછળથી પનારો પાડવાનું મુશ્કેલ બની જાય. જેમને હેલ્થની જૂની સમસ્યાઓ છે તેમણે પોતાની લાઇફસ્ટાઇલમાં થોડાક બદલાવ કરવા પડી શકે છે. 

લિબ્રા જાતકો જીવનસાથી તરીકે
લિબ્રા જાતકો જીવનસાથી તરીકે ખૂબ કોમળ અને કાળજી કરવાવાળા હોય છે. તેઓ પોતાના કરતાં પાર્ટનરની જરૂરિયાતોને હંમેશાં આગળ રાખે છે. તેમને પાર્ટનર સાથે રોમૅન્ટિક જેશ્ચર્સ અને ગિફ્ટ આપીને પ્રેમ કરવાનું ગમતું હોય છે. મુશ્કેલીભર્યો સમય આવે ત્યારે એના પર જોરશોરથી ચર્ચા કે દલીલો કરવાને બદલે શાંતિથી વાત કરવાનું પસંદ કરે છે. ઘણી વાર તેઓ ઝઘડો અને તનાવભરી પરિસ્થિતિમાં શાંતિ જાળવીને એ પરિસ્થિતિને જ અવૉઇડ કરવા માગતા હોય છે. 



એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ


તમારી સામે કોઈ મુશ્કેલ પરિસ્થિતિ હોય તો એની સાથે ડીલ કરવાના અનેક વિકલ્પોને તપાસીને પછી નિર્ણય લો. તમારી ભાવનાઓ પર કામ કરો, એને અવગણો નહીં. 
કરીઅર ટિપ : જો કોઈ ટાઇમબાઉન્ડ પ્રોજેક્ટમાં કટોકટીભરી સ્થિતિ સર્જાય તો એને ટાળ્યા‌ વિના તરત જ સૂલઝાવો. મોટી સંસ્થામાં કામ કરતા લોકોએ કંપનીના પ્રોટોકૉલને ફૉલો કરવો જોઈએ. 

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે


કોઈ ધીમી ગતિએ ચાલતી અથવા તો અટકી પડેલી પરિસ્થિતિ આગળ વધશે અને તમે એને સફળતાપૂર્વક સંભાળી શકશો. શૉપિંગ કરતી વખતે વધુ ખર્ચ ન થાય એનું ધ્યાન રાખજો. 
કરીઅર ટિપ : જો તમે કોઈ એવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો જે બહુ સ્પષ્ટ નથી તો નાની-નાની વિગતો પર ધ્યાન આપો. કોઈ બદલાવ થાય તો તરત એની સાથે કદમથી કદમ મિલાવીને આગળ વધો. 

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

તમને પડકાર આપતી હોય એવી પરિસ્થિતિમાંથી શીખો અને નિર્ણય લેતી વખતે તમારા ઇરાદાઓ પર ધ્યાન આપો. ટૂંકા ગાળાના ફાયદાની આશામાં જોખમી રોકાણ કરવાનું ટાળો. 
કરીઅર ટિપ : ટીમ સાથે કામ કરતા લોકોએ બને એટલી સ્મૂધલી મતભેદો ઉકેલવાની જરૂર છે. તમને મળેલી કોઈ માહિતી પર કામ કરવાનું શરૂ કરતાં પહેલાં એને બે વાર ચકાસી લેજો. 

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

કોઈ મુશ્કેલ જણાતી પરિસ્થિતિ આસાન થઈ જશે અને એને પાછળ મૂકીને આગળ વધવું જ બેસ્ટ વિકલ્પ છે. ઑઇલી અને વધુ મસાલેદાર ફૂડ ખાવાનું ટાળો. 
કરીઅર ટિપ : નાના અવસરોમાંથી પણ પૂરો ફાયદો ઉઠાવો. કરીઅરમાં બદલાવ કરવાનું કે મહત્ત્વનો નિર્ણય લેવાનું વિચારતા હો તો સમજી-વિચારીને આગળ વધજો. 

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

પરંપરાગત રીતે જે થતું હોય એ જ કરવાનું હાલના સંજોગોમાં બહેતર છે. કોઈ સંબંધોમાં મુશ્કેલી હોય તો એને લાંબા ગાળાના દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને સુલઝાવો. 
કરીઅર ટિપ : એક નાનકડો બદલાવ પણ ખૂબ મોટો ફરક પેદા કરશે. તમને કોઈ માહિતી જોઈતી હોય તો ઑફિસના નેટવર્કનો ફાયદો ઉઠાવો. 

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

જો તમને જરૂર હોય તો મદદ માગતા અચકાઓ નહીં. જે તમારી જવાબદારી નથી એને પોતાના માથે વહોરી લેવાની જરૂર નથી. સિંગલ લોકો માટે આ પૉઝિટિવ સમય છે. 
કરીઅર ટિપ : સ્વરોજગાર અને બિઝનેસ કરનારાઓએ નાની-નાની વિગતો પર પૂરું ધ્યાન આપવું પડશે. ઇન્ટરનૅશનલ પ્રોજેક્ટ્સ માટે આ સારો સમય છે. 

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

તમારા મનની વાત કહેવામાં સંકોચ ન રાખો અને જે ખરેખર જરૂરી છે એના પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારા સમયનો અસરકારક ઉપયોગ કરો અને ધ્યાન ભટકાવે એવી ચીજોમાં સમય ન વેડફાય એનું ધ્યાન રાખો. 
કરીઅર ટિપ : કોઈ સહકર્મચારીને સંભાળવો અઘરો હોય તો તેને સમજદારીપૂર્વક હૅન્ડલ કરો. જે લોકો ડિપાર્ટમેન્ટ કે જૉબ બદલવા ઇચ્છતા હોય તેમના માટે આ સારો સમય છે. 

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

કોઈ મુશ્કેલ જણાતી પરિસ્થિતિને શાંતિથી હૅન્ડલ કરો. ફાલતુ વાતોમાં અટવાશો નહીં. જે લોકો ક્રીએટિવ શોખ ધરાવે છે તેઓ નેક્સ્ટ લેવલ પર કામને લઈ જઈ શકશે. 
કરીઅર ટિપ : સિનિયર તરફથી કોઈ ડેટા કે ટિપ મળે તો એના પર કામ શરૂ કરતાં પહેલાં વિચારજો, કેમ કે એ વ્યક્તિનો પોતાનો એજન્ડા હોઈ શકે છે. નાના પ્રોજેક્ટમાં પણ વિકાસની ખૂબ મોટી સંભાવનાઓ હોઈ શકે છે. 

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

જો તમને કોઈ બંધનો અનુભવાતાં હોય તો બની શકે કે એ તમે પોતે જ તમારી જાત પર લાદેલાં હોય અથવા તો તમારો જોવાનો નજરિયો એવો હોય. જોકે ફાઇનૅન્સ હૅન્ડલ કરવામાં ધ્યાન રાખજો. 
કરીઅર ટિપ : નવા કામ માટે જરૂરી ડેટા મેળવવા માટે તમારા પ્રોફેશનલ નેટવર્કને વાપરો. કોઈ પણ ચૅલેન્જનો એક આસાન ઉકેલ પણ હોઈ શકે છે. 

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

ખૂબ ધીમેથી આગળ વધતી પરિસ્થિતિમાં પણ ધીરજ રાખવાની જરૂર છે. અરેન્જ્ડ મૅચ માટે વિકલ્પો જોઈ રહ્યા છે એવા સિંગલ લોકોએ વાસ્તવિક આશા રાખવી જોઈએ.  
કરીઅર ટિપ : જો તમે જૉબ કે કરીઅર ચેન્જ કરવા માગતા હો તો બીજા કામમાં તમારે શું જોઈએ છે એ બાબતે સ્પષ્ટ રહો. વાટાઘાટો કરીને નવો કૉન્ટ્રૅક્ટ સાઇન કરવા માટે આ સારો સમય છે. 

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

કોઈ પણ જરૂરી નિર્ણય લેતાં પહેલાં બહુ ફોકસ સાથે વિચાર કરો, પરંતુ વધુપડતા વિશ્લેષણમાં ન પડી જાઓ. એવા દોસ્તો સાથે સમય વિતાવો જેઓ તમારા માટે મહત્ત્વ ધરાવતા હોય. 
કરીઅર ટિપ : જેમના બૉસ ખૂબ ઝીણી-ઝીણી બાબતો પર કન્ટ્રોલ રાખતા હોય તેમણે બૉસ શું કહે છે એના પર ધ્યાન રાખવું. ઑફિસની કોઈ પણ ગૉસિપના આધારે નિર્ણય લેતાં પહેલાં મળેલી માહિતીને વેરિફાય કરો.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

તમારી પાસે જે સ્રોતો છે એનો જ ઉપયોગ કરીને ઉત્તમ તકો ઊભી કરી શકો છો. જૂના વિચારો છોડી દો જેનો હવે કોઈ મતલબ નથી સરવાનો. 
કરીઅર ટિપ : કોઈ સ્પર્ધાત્મક સહકર્મચારી સાથે સાવધાનીપૂર્વક રહેજો. કોઈ માહિતી કે સૂચનાને ડબલ ચેક કરો અને પછી જ આગળ વધો. 

Whatsapp-channel Whatsapp-channel

04 October, 2026 08:02 AM IST | Mumbai | Aparna Bose

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK