લગભગ 15 જેટલા પરિવારોને ઇમારતમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ (Mumbai)ના થાણે(Thane)શહેરમાં મંગળવારે સવારે ગ્રાઉન્ડ પ્લસ 12 માળની રહેણાંક ઇમારતમાં આગ (Fire) ફાટી નીકળી હતી.જો કે. સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. નાગરિક અધિકારીઓએ જણાવ્યું હતું કે, કોઈ જાનહાનિના અહેવાલ નથી, લગભગ 15 જેટલા પરિવારોને ઇમારતમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રાદેશિક આપત્તિ વ્યવસ્થાપન સેલ (RDMC)ના વડા સંતોષ કદમે જણાવ્યું હતું કે, રઘુનાથ નગર સ્થિત બિલ્ડિંગના પાંચમા માળે આવેલા ફ્લેટમાં સવારે 4.45 વાગ્યે આગ ફાટી નીકળી હતી.
ADVERTISEMENT
મેસેજ મળતાં જ ફાયરમેન, આરડીએમસીની ટીમ અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. બાદમાં ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
અધિકારીએ જણાવ્યું હતું કે, આગમાં કોઈને ઈજા પહોંચી નથી. ઈમારતમાં રહેતા લગભગ 15 પરિવારોના રેસ્કયુ કરી તેમના જીવ બચાવવામાં આવ્યાં છે. આગ કયા કરણસર લાગી તે હજી સુધી જાણી શકાયુ નથી.

