૦૦૦ યુવાનોની એકસાથે પરીક્ષા લઈ શકાય એવી કોઈ વ્યવસ્થા ન હોવાથી ઓડિશાના સંબલપુરના ઍરપોર્ટની ઍરસ્ટ્રિપ પર જ એકસાથે બધાની પરીક્ષા લેવાઈ હતી
આ ઘટનાનો વિડિયો જાહેર થયો છે
ઓડિશાના સંબલપુરમાં એક અચરજ પમાડે એવી ઘટના બની હતી. અહીં હોમગાર્ડ માટે ભરતી થવાની હતી. એ માટે હજારો યુવાનોએ ફૉર્મ ભર્યાં હતાં. અલબત્ત, અહીં હોમગાર્ડનાં પદ તો માત્ર ૧૮૭ જ ખાલી છે, પરંતુ એ માટે ૯૦૦૦ જેટલા ઉમેદવારો પરીક્ષા આપવા પહોંચી ગયા હતા. સામાન્ય રીતે પરીક્ષા તો સ્કૂલ-હૉલમાં લેવાતી હોય છે, પરંતુ અહીં ૯૦૦૦ યુવાનોની એકસાથે પરીક્ષા લઈ શકાય એવી કોઈ વ્યવસ્થા ન હોવાથી ઓડિશાના સંબલપુરના ઍરપોર્ટની ઍરસ્ટ્રિપ પર જ એકસાથે બધાની પરીક્ષા લેવાઈ હતી. આ ઘટનાનો વિડિયો જાહેર થયો છે જેમાં પરીક્ષાર્થીઓ ઍરસ્ટ્રિપ પર બેસીને પ્રશ્નપત્રના જવાબ આપી રહ્યા છે.


