Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ડી-માર્ટના સ્થાપક રાધાકિશન દમાણીની કંપનીનો ફ્લૅટ મહિનાના ૨૮.૫ લાખ રૂપિયામાં ભાડે અપાયો

ડી-માર્ટના સ્થાપક રાધાકિશન દમાણીની કંપનીનો ફ્લૅટ મહિનાના ૨૮.૫ લાખ રૂપિયામાં ભાડે અપાયો

Published : 05 October, 2026 08:16 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સપ્ટેમ્બરમાં જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે આ જ પ્રોજેક્ટમાં એક ડુપ્લેક્સ ૭૫.૧ કરોડમાં ખરીદ્યો હોવાનું રજિસ્ટ્રેશન ઑફિસમાં નોંધાયું છે.

રાધાકિશન દમાણી

રાધાકિશન દમાણી


મુંબઈની અલ્ટ્રા-લક્ઝરી રિયલ એસ્ટેટ માર્કેટ ફરી ચર્ચામાં છે. ‘ડી-માર્ટ’ના સ્થાપક રાધાકિશન દમાણીની એક કંપનીએ તેનો વરલીની ઑબેરૉય 360 વેસ્ટનો ફ્લૅટ મહિનાના ૨૮.૫ લાખે ભાડે આપ્યો છે. આ રેન્ટલી ડીલ મુંબઈની સૌથી મોંઘી રેન્ટલ ડીલમાંની એક હોવાનું કહેવાઈ રહ્યું છે. પ્રૉપર્ટી રજિસ્ટ્રેશનના દસ્તાવેજોના આધારે આ માહિતી બહાર આવી છે. ડૉ. ઍની બેસન્ટ રોડ પર આવેલા ઑબેરૉય 360 વેસ્ટની ‘બી’ વિંગના ૧૯મા માળે આ ફ્લૅટ આવેલો છે. ૬૮૩૧ સ્ક્વૅર ફુટના આ અપાર્ટમેન્ટ સાથે ચાર કાર-પાર્કિંગની સુવિધા પણ આપવામાં આવી છે.  
ફ્લૅટના લીઝનો આ કૉન્ટ્રૅક્ટ ૨૮ સપ્ટેમ્બરે કરવામાં આવ્યો હતો. ૩ વર્ષનું ઍગ્રીમેન્ટ કરવામાં આવ્યું છે. શરૂઆતમાં ફ્લૅટનું માસિક ભાડું ૨૮.૫ લાખ રૂપિયા રહેશે એટલે કે ત્રણ વર્ષમાં ૧૦ કરોડ ફક્ત ભાડા તરીકે ચૂકવાશે. વળી બીજી મહત્ત્વની વાત એ કે સિક્યૉરિટી ડિપોઝિટ તરીકે પણ ૧.૭૧ કરોડ રૂપિયા લેવામાં આવ્યા છે. આ ફ્લૅટ IVL ધુનસેરી પેટ્રોકેમ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડે ભાડે લીધો છે. સપ્ટેમ્બરમાં જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે આ જ પ્રોજેક્ટમાં એક ડુપ્લેક્સ ૭૫.૧ કરોડમાં ખરીદ્યો હોવાનું રજિસ્ટ્રેશન ઑફિસમાં નોંધાયું છે.


Whatsapp-channel Whatsapp-channel

05 October, 2026 08:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK