Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ‌રિટાયર્ડ ‌શિક્ષિકા પાસેથી સાઇબર ગ‌ઠિયાઓએ ૮૯ લાખ રૂ‌પિયા પડાવી લીધા

‌રિટાયર્ડ ‌શિક્ષિકા પાસેથી સાઇબર ગ‌ઠિયાઓએ ૮૯ લાખ રૂ‌પિયા પડાવી લીધા

Published : 05 October, 2026 08:29 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફરિયાદીને ડરાવવા માટે નકલી સરકારી દસ્તાવેજો, RBIનો લેટર અને સુપ્રીમ કોર્ટનો નકલી ઑર્ડર વૉટ્સઍપ પર મોકલવામાં આવ્યા હતા.

AI ઇમેજ

AI ઇમેજ


ચૂનાભઠ્ઠીમાં રહેતાં ૬૧ વર્ષનાં નિવૃત્ત શિક્ષિકાને ડિજિટલ અરેસ્ટની જાળમાં ફસાવીને સાઇબર ગઠિયાઓએ ૮૯ લાખ રૂપિયા પડાવી લીધા હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે ઈસ્ટર્ન સાઇબર સેલે ગઈ કાલે સવારે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. સાઇબર ગઠિયાએ પોતાની જાતને નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના ઉચ્ચ અધિકારીઓ દર્શાવીને શિક્ષિકાને આતંકવાદી ગતિવિધિઓ અને મની-લૉન્ડરિંગના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ ભય અને દબાણ હેઠળ આવીને નિવૃત્ત શિક્ષિકાએ પોતાની તમામ બચત, દાગીના વેચીને મળેલી રકમ અને બૅન્કમાંથી લીધેલી લોન સહિત કુલ ૮૯ લાખ રૂપિયા ઠગોના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા. આ કેસમાં નિવૃત્ત શિક્ષિકાએ પોતાની બચત ગુમાવી દીધી હોવાની માહિતી પોલીસે આપી છે.
શું હતો ઘટનાક્રમ?
 ચૂનાભઠ્ઠીમાં રહેતાં અને BMCની સ્કૂલમાંથી નિવૃત્ત થયેલાં શિક્ષિકાને ૧૨ ઑગસ્ટે સવારે ૮ વાગ્યે NIAના અધિકારી હોવાનો દાવો કરીને ચંદ્રભાણ સિંહ નામના માણસનો વૉટ્સઍપ પર વિડિયો-કૉલ આવ્યો હતો.
 ચંદ્રભાણ સિંહે દાવો કર્યો હતો કે ફરિયાદી શિક્ષિકાના આધાર કાર્ડનો ઉપયોગ કરીને બૅન્કમાં ખાતું ખોલવામાં આવ્યું છે, જેમાંથી ૨.૫૫ કરોડ રૂપિયાનું આતંકવાદી ફન્ડિંગ અને મની-લૉન્ડરિંગ થયું છે. 
 ફરિયાદીને ડરાવવા માટે નકલી સરકારી દસ્તાવેજો, RBIનો લેટર અને સુપ્રીમ કોર્ટનો નકલી ઑર્ડર વૉટ્સઍપ પર મોકલવામાં આવ્યા હતા.
 આ દસ્તાવેજો જોયા બાદ ફરિયાદી મહિલા ખૂબ જ ડરી ગયાં હતાં. એ સમયે સાઇબર ગઠિયાઓએ ધરપકડ કરવા બે ટીમ મુંબઈ આવી રહી હોવાનો દાવો કર્યો હતો. 
 આ દરમ્યાન સિનિયર અધિકારી સાથે વાત કરાવવાની માહિતી આપીને અન્ય એક વ્યક્તિ સાથે વાત કરાવવામાં આવી હતી જેણે ફરિયાદી મહિલાની ઉંમર મોટી હોવાથી સામાન્ય ધરપકડ નહીં પણ ડિજિટલ અરેસ્ટ કરતા હોવાનું કહીને તેમનાં તમામ ઇન્વેસ્ટમેન્ટ્સની માહિતી મેળવી લીધી હતી.
 ત્યાર બાદ સતત પચીસ દિવસ સુધી ડિજિટલ અરેસ્ટનો ઢોંગ કરીને બૅન્ક-ખાતામાંથી ૫૩ લાખ રૂપિયાની તમામ જમા પૂંજી ટ્રાન્સફર કરાવી હતી એટલું જ નહીં, મહિલાની સોનાની બંગડીઓ વેચાવીને ૩.૭૦ લાખ રૂપિયા પડાવી લીધા હતા. 
 આમ વધુ ડરાવી, મહિલાને લોન લેવા માટે મજબૂર કરીને પંજાબ ઍન્ડ સિંધ બૅન્કમાંથી લેવાયેલી ૨૩ લાખ રૂપિયાની પર્સનલ લોનની રકમ પણ ઠગોએ પડાવી લીધી હતી.
 આમ ઑગસ્ટથી સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં કુલ ૮૯ લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. જોકે પાછળથી વધુ પૈસાની માગણી કરતાં મહિલાને છેતરપિંડી થઈ હોવાની ખાતરી થઈ હતી. અંતે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

05 October, 2026 08:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK