અમુક સ્થળોએ ભારે વરસાદના એક-બે રાઉન્ડ આવી શકે છે.
નાલાસોપારામાં ગઈ કાલે પડેલા મુશળધાર વરસાદને કારણે ગણેશચતુર્થીની તૈયારીઓને અસર થઈ હતી. ખાસ કરીને ઈસ્ટમાં સ્ટેશન પાસે અને માર્કેટમાં ભરાયેલા પાણીને કારણે ફૂલ તથા ફળ વેચનારાઓને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું.
મુંબઈમાં લાંબા સમયના વિરામ બાદ રવિવારે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ગાજવીજ અને તેજ પવન સાથે હજી વધુ તીવ્ર વરસાદ પડવાની ચેતવણી આપવામાં આવી છે. શનિવાર રાતથી જ વરસાદનું જોર વધ્યું હતું, જેને કારણે શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી.
રવિવારે રાતે ૮ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાક દરમ્યાન આઇલૅન્ડ સિટીમાં સરેરાશ ૫૨.૦૭ મિલીમીટર, પૂર્વીય ઉપનગરોમાં ૭૨.૭૧ મિલીમીટર અને પશ્ચિમ ઉપનગરોમાં ૬૫.૯૬ મિલીમીટર સરેરાશ વરસાદ નોંધાયો હતો. તાપમાનનો પારો સીધો પાંચ ડિગ્રીથી પણ વધારે નીચો ઉતરતા મુંબઇમાં વાતાવરણ ઠંડુ થયું હતું.
ADVERTISEMENT
હવામાન વિભાગે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવા સાથે હળવા વરસાદની આગાહી કરી છે. અમુક સ્થળોએ ભારે વરસાદના એક-બે રાઉન્ડ આવી શકે છે.
