Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પંઢરપુરની યાત્રામાં પહેલી વાર થયો ઍર ઍમ્બ્યુલન્સનો ઉપયોગ

પંઢરપુરની યાત્રામાં પહેલી વાર થયો ઍર ઍમ્બ્યુલન્સનો ઉપયોગ

Published : 26 July, 2026 10:10 AM | IST | Chhatrapati Sambhaji Nagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍર ઍમ્બ્યુલન્સ સોલાપુર ઍરપોર્ટ પર આવી ત્યારે ત્યાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બાળુ પડુળ સાથે વાતચીત કરી હતી

પંઢરપુરની યાત્રાના યાત્રાળુને ઍર ઍમ્બ્યુલન્સમાં સોલાપુર લઈ જવાયો હતો.

પંઢરપુરની યાત્રાના યાત્રાળુને ઍર ઍમ્બ્યુલન્સમાં સોલાપુર લઈ જવાયો હતો.


પંઢરપુરમાં વિઠ્ઠલ રખુમાઈનાં દર્શનની પગપાળા યાત્રા (વારી)માં લાખો શ્રદ્ધાળુઓ જતા હોય છે. તેમની તબિયત બગડે તો વહેલી તકે સારવાર મળી શકે એ માટે આ વર્ષથી ઍર ઍમ્બ્યુલન્સ ચાલુ કરવામાં આવી છે. ગઈ કાલે પહેલી વાર ઍર ઍમ્બ્યુલન્સથી એક દરદીને સોલાપુર લઈ જવામાં આવ્યો હતો. 
છત્રપતિ સંભાજીનગરના ૫૪ વર્ષના ભાવિક બાળુ પડુળ દર્શન માટે પંઢરપુર આવ્યા હતા, પણ તેમને છાતીમાં સખત દુખાવો થવા માંડતાં ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્યાં તેમનો ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ કાઢવામાં આવ્યો હતો. એ પછી તેમની હાલત જોતાં સારવાર માટે સોલાપુરની હૉસ્પિટલમાં ખસેડવાનો નિર્ણય લેવાતાં તેમને ઍર ઍમ્બ્યુલન્સથી મોકલવાનો નિર્ણય લેવાયો હતો. એ પછી તેમને યશોધરા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સારવાર અપાઈ 
રહી હતી. ઍર ઍમ્બ્યુલન્સ સોલાપુર ઍરપોર્ટ પર આવી ત્યારે ત્યાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બાળુ પડુળ સાથે વાતચીત કરી હતી અને ડૉક્ટરો પાસેથી પણ જાણકારી મેળવીને યોગ્ય ઉપચાર કરવામાં આવે એ માટે સૂચન કર્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

26 July, 2026 10:10 AM IST | Chhatrapati Sambhaji Nagar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK