ભગવાનને કેરી અર્પણ કરીને ભક્તોએ ધન-ધાન્ય અને સમૃદ્ધિ અક્ષય રહે એવી પ્રાર્થના કરી હતી.
તસવીર : આશિષ રાજે, અતુલ કાંબળે
અક્ષયતૃતીયા નિમિત્તે ગઈ કાલે મુંબઈનાં વિવિધ મંદિરોમાં ‘આંબા મહોત્સવ’ યોજાયો હતો. ભગવાનને કેરી અર્પણ કરીને ભક્તોએ ધન-ધાન્ય અને સમૃદ્ધિ અક્ષય રહે એવી પ્રાર્થના કરી હતી. મુંબઈના મુમ્બાદેવી મંદિરમાં ૧૧૦૦ ડઝન કેરી અર્પણ કરવામાં આવી હતી. જેમ ઍન્ડ જ્વેલરી કાઉન્સિલ (GJC)ના ચૅરમૅન રાજેશ રોકડેએ કહ્યું હતું કે ગઈ કાલે જ્વેલરી સેક્ટરમાં ૧૮થી ૨૦ ટનનો વ્યવસાય થયો હોવાનો અંદાજ છે. મહારાષ્ટ્રમાં બપોરે બે વાગ્યા પછી સોના-ચાંદી ખરીદવા માટે ધસારો થયો હતો. જોકે ગયા વર્ષે સોનાના ભાવ લગભગ ૧૦ ગ્રામના ૯૦,૦૦૦થી વધીને ગઈ કાલે ૧,૫૪,૦૦૦ રૂપિયા થઈ ગયા હતા એની અસર ખરીદી પર પણ વર્તાઈ હતી, એની સાથોસાથ અખાત્રીજના વણજોયા મુરતમાં વાહનોની ખરીદીમાં પણ વેગ જોવા મળ્યો હતો.
