Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મિસ ઇન્ડિયા ૨૦૨૬ બની ગોવાની સાધ્વી સૈલ

મિસ ઇન્ડિયા ૨૦૨૬ બની ગોવાની સાધ્વી સૈલ

Published : 20 April, 2026 07:29 AM | IST | goa
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફર્સ્ટ રનર-અપ મહારાષ્ટ્રની રાજનંદિની પવાર રહી

ગયા વખતની મિસ ઇન્ડિયા નિકિતા પોરવાલે સાધ્વી સૈલને વિનરનો તાજ પહેરાવ્યો હતો.

ગયા વખતની મિસ ઇન્ડિયા નિકિતા પોરવાલે સાધ્વી સૈલને વિનરનો તાજ પહેરાવ્યો હતો.


ઓડિશાના ભુવનેશ્વરની કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (KIIT)માં યોજાયેલી મિસ ઇન્ડિયા ૨૦૨૬માં ગઈ કાલે ગોવાની સાધ્વી સૈલે મિસ ઇન્ડિયાનો ખિતાબ જીતી લીધો હતો. જ્યારે બીજા સ્થાને રનર-અપ મહારાષ્ટ્રની રાજનંદિની પવાર રહી હતી. ગયા વખતની મિસ ઇન્ડિયા નિકિતા પોરવાલે સાધ્વીને વિનરનો તાજ પહેરાવ્યો હતો. હવે સાધ્વી સૈલ આવતા વર્ષે યોજાનારી મિસ વર્લ્ડ ૨૦૨૭માં ભાગ લેવા જશે.

સાધ્વીએ કૅનેડાની યુનિવર્સિટી ઑફ કોલમ્બિયામાંથી ઇકૉનૉમિક્સ ઍન્ડ ઇન્ટરનૅશનલ રિલેશનમાં ડબલ મેજર હાંસલ કર્યું છે. તે ઑન્ટ્રપ્રનર છે. તે કોકણી સહિત સ્પૅનિશ, પોર્ટુગીઝ એમ કુલ મળીને ૭ ભાષા બોલી શકે છે. તેણે આ પહેલાં તેના ઍકૅડેમિક અને સોશ્યલ વર્કને લઈને ઇન્ટરનૅશનલ સ્ટુડન્ટ ઇમ્પૅક્ટ અવૉર્ડ પણ મેળવ્યો છે.      



બૉલીવુડના સ્ટાર્સના ઝગમગાટ વચ્ચે મનીષ પૉલ અને સારા જેન ડાયસે મિસ ઇન્ડિયા ફિનાલે હોસ્ટ કરી હતી. ઈશાન ખટ્ટરે જબરદસ્ત ડાન્સ પર્ફોર્મ કરી પ્રેક્ષકોને અવાક કરી દીધા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2026 07:29 AM IST | goa | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK