કેટલીક જગ્યાએ શિક્ષણના નામે બિઝનેસ ચાલી રહ્યો છે અને સ્કૂલ-ફીમાં ધરખમ વધારો થઈ ગયો છે એના પર રોક લગાવવાની જરૂર છે.
મારા વોટના બદલામાં મને શું જોઈએ છે?
અનિલ પરમાર
અંધેરી (વેસ્ટ)માં રહેતા અને જ્વેલરનું કામ કરતા બાવન વર્ષના અનિલ પરમાર લોકસભાની ચૂંટણીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મને મારા વોટના બદલામાં દેશને મજબૂત કરે એવી સરકાર જોઈએ છે જેથી મારો દેશ ફરી અખંડ ભારત બની શકે એમ જણાવીને અનિલ પરમાર ‘મિડ-ડે’ને કહે છે, ‘હૉસ્પિટલોની સુવિધાને વધારે સારી કરવાની જરૂર છે. વેપારીઓને પણ સરકારી સુવિધાઓનો પૂરો લાભ મળી રહે એવી યોજનાઓ ઘડવી જોઈએ. હૉકર્સની સમસ્યાનો પણ હલ લાવવો જોઈએ. રોડ અને ફુટપાથ પર બેસતા હૉકર્સને કારણે રોડ બ્લૉક થઈ જતો હોવાથી લોકોને ચાલવા મળતું નથી. આવી સમસ્યાઓ બધી જગ્યાએ છે એટલે એમનો કાયમી ધોરણે ઉકેલ લાવવો જોઈએ. આ સિવાય શિક્ષણ વધુ સારું અને ખાસ કરીને સસ્તું થવું જોઈએ. આજે જે રીતે કેટલીક જગ્યાએ શિક્ષણના નામે બિઝનેસ ચાલી રહ્યો છે અને સ્કૂલ-ફીમાં ધરખમ વધારો થઈ ગયો છે એના પર રોક લગાવવાની જરૂર છે.’
- ઉર્વી શાહ-મેસ્ત્રી