Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રોહિત શેટ્ટીના ઘરની બહાર ફાયરિંગ થયું ત્યારે અનમોલ બિશ્નોઈ વિડિયો કૉલ પર ઇન્સ્ટ્રક્શન આપી રહ્યો હતો

રોહિત શેટ્ટીના ઘરની બહાર ફાયરિંગ થયું ત્યારે અનમોલ બિશ્નોઈ વિડિયો કૉલ પર ઇન્સ્ટ્રક્શન આપી રહ્યો હતો

Published : 22 May, 2026 09:05 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈ પોલીસ દ્વારા દાખલ કરાયેલી ચાર્જશીટમાં રસપ્રદ માહિતી જાણવા મળી : ફાયરિંગની ઘટનાના ૧૦ દિવસ પહેલાં પણ હુમલાનો પ્લાન હતો પણ એ વખતે શૂટર ડરી ગયો હતો

રોહિત શેટ્ટી

રોહિત શેટ્ટી


ફિલ્મમેકર રો​હિત શેટ્ટીના ઘરની બહાર બિશ્નોઈ ગૅન્ગના સભ્યોએ ફાયરિંગ કર્યું એ કેસની મુંબઈ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં રસપ્રદ તથ્યો સામે આવ્યાં છે. રોહિત શેટ્ટીના ઘરની બહાર ફાયરિંગ થયું ત્યારે ગૅન્ગ્સ્ટર લૉરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ બિશ્નોઈ આરોપી સાથે લાઇવ વિડિયો કૉલ પર હતો અને ઇન્સ્ટ્રક્શન આપી રહ્યો હતો.

સ્પેશ્યલ મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઑફ ઑર્ગેના​ઇઝ્ડ ક્રાઇમ ઍક્ટ (MCOCA) કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ૧૬૨૪ પાનાંની ચાર્જશીટમાં ફાયરિંગ કરનાર પ્રદીપ કુમાર સહિત કુલ ૧૭ આરોપીઓનાં નામ છે. પોલીસનું માનવું છે કે ફાયરિંગની ઘટના બિશ્નોઈ ગૅન્ગના નામની ધાક જમાવવા માટે યોજનાપૂર્વક પાર પાડવામાં આવી હતી. 



આરોપીએ ૧૦ દિવસ અગાઉ પણ હુમલાનો પ્રયત્ન કર્યો હતો 


ચાર્જશીટમાં જણાવાયા અનુસાર આરોપી પ્રદીપ કુમારે ઘટનાના ૧૦ દિવસ પહેલાં પણ હુમલાનો પ્રયત્ન કર્યો હતો. એ દિવસે ૩૦ મિનિટ સુધી રોહિત શેટ્ટીના ઘરની બહાર રાહ જોઈને તે ઊભો હતો, પરંતુ હુમલો કરવાની હિંમત ન થતાં ભાગી ગયો હતો જેને પગલે અનમોલ બિશ્નોઈ પ્રદીપ કુમાર પર રોષે ભરાયો હતો. ત્યાર બાદ ૧ ફેબ્રુઆરીએ ફરી હુમલાની યોજના બની હતી અને એ વખતે પ્રદીપ કુમાર ફાયરિંગ કર્યા વગર પાછો ન આવે એ માટે વિડિયો કૉલ પર અનમોલ બિશ્નોઈ સતત તેને સૂચના આપીને તેની હિંમત વધારતો હતો.


Whatsapp-channel Whatsapp-channel

22 May, 2026 09:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK