૫.૬૩ કરોડ રૂપિયાનો ૨૮૧૬.૫ કિલો ગાંજો જપ્ત
ગાંજાનું આખું ખેતર મળી આવ્યું
ઍન્ટિ નાર્કોટિક્સ સેલના બાંદરા યુનિટે ૧૫ ઑગસ્ટે સાકીનાકામાંથી એક આરોપીને ૪૭ કિલો ગાંજા સાથે પકડ્યો હતો. તેની પૂછરપછમાં તેણે એ ગાંજો ધુળેથી મેળવ્યો હોવાનું કહીને બીજા આરોપીનું નામ આપ્યું હતું. એ આરોપીની શોધખોળ કરવા ઍન્ટિ-નાર્કોટિક્સ સેલના ઑફિસરો ધુળેના શિરપુર તાલુકાના ભોઇટી ગામ પહોંચ્યા હતા. ત્યાં તેની પૂછપરછ કરતાં તેમને બે એકરનું ગાંજાનું આખું ખેતર મળી આવ્યું હતું. પોલીસે ત્યાંથી ગાંજાના છોડ અને સૂકો-લીલો મળી કુલ ૨૮૧૬.૫ કિલો ૫.૬૩ કરોડ રૂપિયાનો ગાંજો જપ્ત કર્યો હતો. જોકે એ ખેતરમાં ગાંજો ઉગાડનાર કિરણ કોળી નાસી છૂટ્યો છે અને પોલીસ તેને શોધી રહી છે.