Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દીકરીને રૅર મેડિકલ કન્ડિશનમાંથી ઉગારવા કૅન્સરથી ઝૂઝતા પિતાની મદદ માટે અપીલ

દીકરીને રૅર મેડિકલ કન્ડિશનમાંથી ઉગારવા કૅન્સરથી ઝૂઝતા પિતાની મદદ માટે અપીલ

Published : 08 September, 2026 09:45 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક મહિનામાં ગ્રોથ-હૉમોન્સનાં ૨૪ મોંઘાં ઇન્જેકશન લેવા પડે છે ગ્રીષ્મા દવેએ, પિતા ચંદ્રેશ દવેની કૅન્સરની સારવાર પણ ચાલે છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રૅર ગણાતી ગ્રોથ-હૉર્મોન્સની કમીની મેડિકલ કન્ડિશનથી ગ્રસ્ત ગ્રીષ્મા દવેની સારવાર માટે તેના પપ્પાએ આર્થિક સહાયની અપીલ કરી છે. વિરારમાં રહેતા ચંદ્રેશ દવે ગાયક તરીકે કામ કરે છે અને તેઓ પોતે પેટમાં થયેલા કૅન્સરથી પીડાઈ રહ્યા છે. તેમની સારવાર પાછળ પહેલેથી જ ખૂબ ખર્ચ થઈ ચૂક્યો હોવાથી અને કામકાજ પણ મંદ હોવાને કારણે આર્થિક સ્થિતિ ખૂબ જ તંગ છે. તેમની દીકરીને એક મહિનામાં ગ્રોથ-હૉર્મોન્સનાં ૨૪ ઇન્જેક્શનની જરૂર પડે છે અને એક ઇન્જેક્શનની કિંમત છૂટક બજારમાં ૬૧૦૦ રૂપિયા છે. ગ્રિષ્મા ૧૫ વર્ષની થઈ હોવા છતાં ૮ કે ૯ વર્ષની હોય એવી દેખાય છે. તેની હાઇટ ફક્ત ૪ ફુટ દોઢ ઇંચ છે અને શરીરનો ગ્રોથ પણ જે રીતનો હોવો જોઈએ એવો નથી. ડૉક્ટરોએ આપેલી સલાહ મુજબ ગ્રીષ્માની ટ્રીટમેન્ટ વધુ એક વર્ષ સુધી ચાલી શકે અને તેની હાઇટ ઓછામાં ઓછી પાંચ ફુટની થાય અને શરીરનો સર્વાંગી વિકાસ સામાન્ય ટીનેજર જેવો થાય એવું ડૉક્ટરોનું લક્ષ્ય છે. જોકે પ્રાર્થનાસભાઓમાં ગાયક તરીકે જતા ચંદ્રેશભાઈ છેલ્લા દોઢ વર્ષથી ગ્રીષ્માની ટ્રીટમેન્ટ અને પોતાની ટ્રીટમેન્ટ પાછળ પોતાની મૂડી ખર્ચી ચૂક્યા છે અને હવે તેમને દાતાઓની મદદની જરૂર છે. ચંદ્રેશભાઈને કૅન્સર અને ડાયાબિટીઝ છે અને તેમની ટ્રીટમેન્ટ પણ હજી ચાલુ જ છે. જોકે તેમને તેમની દીકરીના ઇલાજ માટે આર્થિક સહાયની જરૂર છે. ચંદ્રેશભાઈએ કોઈ પણ દયાભાવ રાખતા દાતાઓને બને એટલી આર્થિક મદદ કરવાની અપીલ કરી છે. ફક્ત આર્થિક મદદ જ નહીં, કોઈ દાતાને ગ્રીષ્માને જરૂર છે એ ઇન્જેક્શનનું દાન કરવાની અપીલ પણ કરી છે.

સહાય માટે સંપર્ક



ચંદ્રેશ દવે : ૯૮૭૦૦૪૭૧૭૭ 
બૅન્ક-અકાઉન્ટ નંબર: 
SBI, ૨૦૨૦૬૨૪૨૫૫૨ 
બોળીંજ બ્રાન્ચ, વિરાર
IFSC SBIN૦૦૭૫૬૭ 


Whatsapp-channel Whatsapp-channel

08 September, 2026 09:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK